Vastu tips : વાસ્તુનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ હોય છે કારણ કે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ પ્રમાણે બન્યું છે તો જીવનમાં સુખ-સમુદ્ધિનો વાસ રહે છે સાથે જ માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પરંતુ જો ઘર વાસ્તુ અનુસાર ન હોય તો ઘરમાં કંકાસનું વાતાવરણ બનેલું રહે છે. સાથે જ ઘરના સભ્યો રોગી રહે છે. વાસ્તુમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન મળે છે જેને ઘરની અંદર ખાલી રાખવામાં આવે તો ઘરમાં દરિદ્રતા વાસ કરે છે. સાથે જ સભ્યોની પ્રગતિ રોકાઇ જાય છે. તો ચાલો જાણીએ કે કઇ કઇ વસ્તુઓ છે જે ખાલી ન રાખવી જોઇએ..
તીજોરી અને પર્સને ખાલી ન રાખા
વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી અને પર્સને ક્યારે પણ ખાલી ન રાખવા જોઇએ. મતલબ થોડું ધન હંમેશા રાખવું જોઇએ. કારણ કે જો તમે સંપુર્ણ ધન ખાલી કરી દેશો તો માતા લક્ષ્મી નારાજ થઇ જશે. સાથે જ ધનની આવક રોકાઇ જશે. સાથે જ તમે તિજોરીમાં લાલ કપડામાં લપેટીને કોડી, ગોમતી ચક્ર, શંખ પણ રાખી શકો છો. કારણ કે આ વસ્તુઓથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
પૂજા સ્થળમાં જળપાત્રને ન રાખો ક્યારેય પણ ખાલી
વાસ્તુ પ્રમાણે પૂજા ઘરમાં રાખવામાં આવતું જળપાત્ર ક્યારેય પણ ખાલી ન રાખવું જોઇએ. પુજા કર્યા બાદ જળ ભરી દો. તેમાં થોડું ગંગાજળ અને એક તુલસી પાન નાંખો. કારણે માન્યતા છે કે જળપાત્રમાં જળ રાખવાથી ભગવાનને જ્યારે તરસ લાગે છે ત્યારે તેઓ જળ ગ્રહણ કરી લે છે. જેનાથી તેઓ આશિર્વાદ આપે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક્તા દૂર થાય છે. જો તમે આવું ન કરો તો તમારે તૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે.
બાથરૂમમાં ન રાખો ખાલી ડોલ
તમે જોયું હશે કે અનેક ઘરોના બાથરુમમાં ખાલી ડોલ મુકી રાખે છે. જે વાસ્તુ પ્રમાણે ખુબ જ ખોટું છે. કારણ કે જો તમે ડોલને ખાલી છોડી દો છો તો ઘરમાં નેગેટિવિટી આવે છે સાથે જબાથરૂમમાં ખાલી અથવા તૂટેલી ડોલનો પ્રયોગ ન કરવો જોઇએ. આવું કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ વાસ્તુ દોષથી પણ ખોટું છે.
અન્નનો ભંડાર ક્યારેય ન રાખો ખાલી
આજકાલ ભૌતિકતાના યુગમાં લોગ ઘરમાં અન્ન નથી રાખતા. મતલબ તેઓ સીધો લોટ જ ખાતા થઇ ગયા છે. જે વાસ્તુ દોષ પ્રમાણે ખોટું છે. કારણ કે જે ઘરમાં અન્નનો ભંડાર ન રાખે તો માતા અન્નપૂર્ણાના આશિર્વાદ મળતા નથી. સાથે જ જે ઘરોમાં અન્નનો ભંડાર છે ત્યાં ભરેલો અન્ન ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તમારી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.