Vastu Tips: મંદિરથી આવ્યા પછી આ 5 કામ ન કરવા, પૂજાનું ફળ નહીં મળે, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ

Vastu Tips Of Return From Temple: મંદિરમાં પૂજા કે દેવ દર્શન કર્યા બાદ ઘરે આવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આમ ન કરવાથી પૂજાનું ફળ મળતું નથી. ઘરમાં નકારાત્મ્ક અને જીવનમાં મુશ્કેલી આવે છે.

Written by Ajay Saroya
March 25, 2025 14:22 IST
Vastu Tips: મંદિરથી આવ્યા પછી આ 5 કામ ન કરવા, પૂજાનું ફળ નહીં મળે, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ
Vastu Tips Of Return From Mandir: વાસ્ત શાસ્ત્ર મુજબ મંદિર થી પાછા આવ્યા બાદ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. (Photo: Freepik)

Vastu Tips Of Return From Temple: હિંદુ ધર્મમાં મંદિરમાં પૂજા અને દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલીકવાર લોકો અજાણતાં એવી ભૂલો કરે છે જે તેમના જીવનને અસર કરી શકે છે. તેમજ દેવ દર્શન પૂજાનું પૂર્ણ ફળ તેમને મળતું નથી. ગરુડ પુરાણ, મનુસ્મૃતિ અને વિષ્ણુ ધર્મસૂત્ર જેવા ગ્રંથોમાં મંદિરથી ઘરે પાછા ફરતી વખતે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે તે વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે તમારી પૂજાનું પૂર્ણ ફળ મેળવવા માંગો છો અને ઘરમાં સુખ-શાંતિ રહે છે, તો મંદિરમાંથી પાછા ફર્યા બાદ આ વાતોનું ધ્યાન રાખો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મંદિરથી ઘરે આવ્યા પછી કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

ઘરે કળશ ખાી ન લાવો

મંદિરમાં જળ અર્પણ કરવા માટે ઘરેથી કળશમાં પાણી લઇને ગયા હોવ તો તો ત્યાંથી ખાલી ન લાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ વધી શકે છે. તેથી ભગવાનને જળ ચઢાવતી વખતે લોટામાં થોડું પાણી રાખી મૂકો અથવા લોટામાં ફરીથી પાણી ભરી દો. તમે તેમા ફુલો નાંખીને પણ પાછા લાવી શકો છો. વાસ્તુ મુજબ આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને કોઈપણ પ્રકારની નકારાત્મકતા દૂર રહે છે.

ગંદા અથવા અશુદ્ધ સ્થળે તરત જ ન જશો

મંદિરમાંથી આવ્યા પછી સીધા શૌચાલય કે કોઈ અપવિત્ર સ્થળે ન જવું જોઈએ. તેનાથી પૂજાનું ફળ મળતું નથી. જરૂર પડે તો થોડી વાર રોકાઈ જાવ.

માંસાહારી ખોરાક અને નશાથી દૂર રહો

મંદિરથી પરત ફર્યા બાદ તામસિક ભોજનથી દૂર રહો અને દારૂ જેવી વસ્તુઓનું સેવન ન કરો. આનાથી તમારી પૂજાની અસર ખતમ થઈ શકે છે અને ઘરની પવિત્રતા પણ ખરાબ થઈ શકે છે. વળી આમ કરવાથી દેવી-દેવતાઓનું અપમાન માનવામાં આવે છે.

પ્રસાદ અને ફુલ યોગ્ય જગ્યાએ મૂકો

મંદિર માંથી લાવેલા પ્રસાદ અથવા ફુલોને ક્યારેય ડસ્ટબિનમાં ન ફેંકવા જોઈએ. તેને પાણીમાં પ્રવાહિત કરો અથવા ઝાડ છોડના મૂળમાં મૂકી દો. રસ્તામાં મંદિરનો પ્રસાદ ખાવાને બદલે ઘરે લાવો અને પરિવાર સાથે મળીને ખાઓ. આમ કરવાથી પ્રસાદનું યોગ્ય સન્માન થાય છે અને તમને તેના પૂર્ણ આશીર્વાદ પણ મળે છે.

મંદિર થી આવ્યા પછી તરત જ ભોજન ન કરો

મંદિરમાંથી આવ્યા પછી તરત જ ખાવાનું ટાળવું જોઈએ. જ્યારે પણ તમે મંદિરથી આવો ત્યારે પહેલા થોડા સમય માટે ભગવાનનું ધ્યાન કરો, શાંતિથી બેસો અને પછી ભોજન કરો. આમ કરવાથી મન અને શરીર બંને શાંત રહે છે અને ભગવાનની કૃપા રહે છે.

આ પણ વાંચો | ઘરના દરવાજા પાસે આ ચીજો ક્યારેય ન મૂકવી, સુખ શાંતિ જતી રહેશે, નકારાત્મક આવશે

(Disclaimer: ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી).

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ