1 વર્ષ બાદ શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં થશે વર્ગોત્તમ, આ ત્રણ રાશિના જાતકોની પલટી શકે છે કિસ્મ, આકસ્મિક ધનલાભના યોગ

venus planet vargottam in april : શુક્ર ગ્રહ આજે એટલે કે 12 એપ્રિલે નવાંશ કુંડળીમાં ઉચ્ચ થયો છે. તે વર્ગોત્તમ સ્થિતિમાં પણ છે. જેનાથી ત્રણ રાશિના લોકોને કરિયરમાં સફળતા અને ધનલાભનો યોગ બની રહ્યો છે.

Written by Ankit Patel
April 12, 2023 15:06 IST
1 વર્ષ બાદ શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં થશે વર્ગોત્તમ, આ ત્રણ રાશિના જાતકોની પલટી શકે છે કિસ્મ, આકસ્મિક ધનલાભના યોગ
શુક્ર ગ્રહ વર્ગોત્તમ

વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહ એક નિશ્ચિત અંતર પર ગોચર અને વર્ગોત્તમ થાય છે. જેની અસર પૃથ્વી અને દૈનિક જીવન પર જોવા મળે છે. ઉલ્લેખની છે કે કોઈપણ ગ્રહનું વર્ગોત્તમ થવાનો મત છેકે કોઈપણ ગ્રહ લન્મ કુંડળી અને નવાંશ કુંડળીમાં એક રાશિમાં આવી જાય. ત્યારે એ ગ્રહની તાકાત વધી જાય છે. એટલે કે એ ગ્રહ પોતાનું પૂર્ણ ફળ આપે છે. શુક્ર ગ્રહ આજે એટલે કે 12 એપ્રિલે નવાંશ કુંડળીમાં ઉચ્ચ થયો છે. તે વર્ગોત્તમ સ્થિતિમાં પણ છે. જેનાથી ત્રણ રાશિના લોકોને કરિયરમાં સફળતા અને ધનલાભનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ કે આ રાશિ કઈ કઈ છે.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું વર્ગોત્તમ થવું શુભ સાબિત થઇ શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. સાથે જ કરિયરમાં સારી તક તમારી પાસે આવી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને સારું ઇન્સેન્ટિવ મળી શકે છે. વેપારીઓને આ સમયે સારો ધનલાભ થઇ શકે છે. જો તમે ફિલ્મ લાઇન, મીડિયા, મોડલિંગ, કળા અને સંકેતની લાઇન સાથે જોડાયેલા છો તો તમારો સમય શાનદાર સાબિત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

શુક્ર ગ્રહનું વર્ગોત્તમ આ રાશિના જાતકો માટે લાભદાયક સિદ્ધ થઇ શકે છે. સાથે જ જે લોકો એક્સપોર્ટ ઇન્પોર્ટનું કામ કરે છે તેમને આ સમયગાળામાં સોરો લાભ થઇ શકે છે. સાથે જ તમને પાર્ટનરશિપમાં સારો લાભ મળી શકે છે. જે લોકો કમ્પ્યૂટર, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સનું કામ કરે છે તેમને સારો લાભ મળશે. સાથે જ વિદેશોથી સારો લાભ મળવાના યોગ છે. મહેનતના દમ પર તમારી તરક્કી મળવા લાગશે. નોકરિયાત લોકોના ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની સાથે તમારો સંબંધ પહેલાથી સારો થશે.

મકર રાશિ

આ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું વર્ગોત્તમ થવું શુભ ફળદાયી સાબિત થશે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે જ જે લોકો સીએ, એમબીએ, વકીલ છે તેમનો આ સમય શાનદાર રહી શકે છે. જે લોકો કમીશનનું કામ કરે છે તેમને આ સમય સારો ધનલાભનો યોગ બની રહ્યો છે.સાથે જ તમે આ વચ્ચે નવું ઘર અથવા નવી ગાડી પણ ખરીદી શકો છો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ