શનિ અને ચંદ્રના સંયોગથી બનશે વિષ યોગ, 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું, જાણો કોને કેવી અસર થશે

Shani Chandrma Vish yog : શનિ અને ચંદ્રની યુતિથી એક વિશેષ યોગ બની રહ્યો છે, જેને 'વિષ યોગ' કહેવાય છે. જાણો રાશિ પરિવર્તનથી કઇ-કઇ રાશિના જાતો પર નકારાત્મક અસર થશે.

Written by Ajay Saroya
June 08, 2023 18:38 IST
શનિ અને ચંદ્રના સંયોગથી બનશે વિષ યોગ, 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું, જાણો કોને કેવી અસર થશે
શનિ અને ચંદ્રના સંયોગથી 'વિષ યોગ' બનશે

Shani Chandrma Vish yog and Rashifal : વિષ યોગઃ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિષ યોગ ચંદ્ર અને શનિના સંયોગથી બને છે. 9 જૂને સવારે 6:02 વાગ્યે ચંદ્ર મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને અઢી દિવસ સુધી આ રાશિમાં રહેશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઇયે કે, આ રાશિમાં શનિ પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં બંને ગ્રહોના સંયોગથી વિષ યોગ બની રહ્યો છે. વિષ યોગને અશુભ યોગો પૈકીનો એક માનવામાં આવે છે. આ યોગને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ વિષ યોગના કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

‘વિષ યોગ’થી કઇ રાશિના જાતકોએ સાવધાન રહેવું

કન્યા રાશિ (virgo zodiac)

શનિદેવ કન્યા રાશિના પાંચમા અને છઠ્ઠા ભવના સ્વામી છે અને હાલમાં આ રાશિના છઠ્ઠા ભવમાં છે.આવી સ્થિતિમાં શનિ અને ચંદ્રના સંયોગથી બનેલો વિષ યોગ આ રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. ઉપરાંત બાળકની કારકિર્દી વિશે થોડીક પરેશાન સર્જાઇ શકે છે. શત્રુઓ એકવાર ફરી તમારા પર હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ (scorpio zodiac)

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિષ યોગ કેટલીક સમસ્યાઓ પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. એટલા માટે આ સમસ્યાને ઘરની અંદર જ ઉકેલવાનો પ્રયાસ કરો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે.

કુંભ રાશિ (Aquarius zodiac)

કુંભ રશિમાં શનિ અને ચંદ્રનો સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોના જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. નોકરિયાત લોકોએ કાર્યક્ષેત્રમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. ઉપરાંત તમારા અહંકારને થોડો કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો, કારણ કે તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બિઝનેસ, નોકરી તેમજ પરિવારમાં તેની ખરાબ અસર પડી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ