Sawan 2024, શ્રાવણ 2024 : શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે. ભગવાનો ભોળાનાથને આ મહિનો અતિ પ્રિય છે. આ મહિના શિવજીને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો ઉપવાસ રાખે છે અને વિધિ વત પૂજા અર્ચના કરે છે. હિન્દુ ધર્મમાં પણ શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે. આ મહિનો પવિત્ર માનવામાં આવે છે. તો જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું કેમ મહત્વ છે અને 10 વિશેષ વાતો.
શ્રાવણ મહિનાની 10 વિશેષ વાતો
1 – શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે. હિન્દુ પંચાગ અનુસાર આ મહિનો વર્ષનો પાંચમો મહિનો છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે.
2 – આ દરમિયાન શ્રાવણ સોમવાર વ્રતનું સર્વાધિક મહત્વ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય છે. આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે. શ્રાવણ માસમાં બેલપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને જળાભિષેક કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
3- શિવ પુરાણ અનુસાર જે કોઈ વ્યક્તિ આ મહિનામાં સોમવારનું વ્રત કરે છે ભગવાન શિવ તેમની સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરે છે. શ્રાવણના મહિનામાં લાખો શ્રદ્ધાળુ જ્યોર્તિલિંગના દર્શન માટે હરિદ્વાર, કાશી, ઉજ્જૈન, નાસિક સહિત ભારતમાં અનેક ધાર્મિક સ્થળો પર જાય છે.
4 – શ્રાવણ મહિનાનું પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ છે કારણ કે આ મહિનામાં વર્ષા ઋતુ હોવાના કારણે સંપૂર્ણ ધરતી વરસાદથી હરીભરી થઈ જાય છે. ગ્રીષ્મ ઋતુ બાદ આ મહિનામાં વરસાદ થવાથી માનવ સમુદાયને મોટી રાહત મળે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અનેક પર્વ પણ ઉજવવામાં આવે છે.
5 – ભારતના પશ્ચિમ તટીય રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં શ્રાવણ મહિનામાં દિવસે નારિયેળી પૂનમ ઉજવાય છે.
6 – શ્રાવણના પવિત્ર મહિનામાં શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્ર દરમિયાન લાખો શિવ ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામની યાત્રા કરે છે. તેઓ આ તીર્થ સ્થળોથી ગંગા જળ ભરીને કાવડને પોતાનાં ખભાર રાખીને પગપાળા થકી લાવે છે. બાદમાં આ ગંગાજળ શિવજીને ચઢાવવામાં આવે છે.
7 – પૌરાણિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે આ મંથનમાંથી 14 રત્નો નીકળ્યા હતા. એ 14 રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું. જેનાથી સૃષ્ટી નષ્ટ થવાનો ભય હતો. ત્યારે સૃષ્ટીની રક્ષા કરવા માટે ભગવાન શિવે તે વિષ પીને પોતાના ગળમાં ધારણ કરી દીધું હતં. ઝેરના પ્રભાવથી મહાદેવનો કંઠ નીલો એટલે કે વાદળી થયો હતો. જેના કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું છે.
આ પણ વાંચોઃ- શિવ તાંડવ શિવજીને પ્રસન્ન કરવા ચમત્કારી, પાઠ, લાભ અને પૂજનની સાચી રીત જાણો
રાવણ શિવનો સાચો ભક્તો હતો. રાવણ કાવડમાં ગંગાજળ લઈને ગયા હતા અને આ ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કર્યો હતો ત્યાર બાદ ભગવાન શિવને આ વિષમાંથી મુક્તિ મળી હતી.
8 – શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા ત્રણ પ્રકારના વ્રત રાખવામાં આવે છે જેમ કે શ્રાવણ સોમવાર, સોળ સોમવાર વ્રત, પ્રદોષ વ્રત.
9- શ્રાવણનું જ્યોતિષ મહત્વ રહ્યું છે. શ્રાવણ માસમાં પ્રારંભમાં સૂર્ય રાશી પરિવર્તન કરે છે અને સૂર્યગોચરથી દરેક 12 રાશિઓને અસર કરે છે.
10 – શ્રાવણ માસ શિવજીની સાથે માતા પાર્વતીને પણ સમર્પિત છે. ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે અને તેમને શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણમાં શિવજીનું વ્રત રાખે છે.