Mahashivratri 2025 Shivling Puja: મહાશિવરાત્રી હિંદુ ધર્મના સૌથી પ્રમુખ તહેવારોમાંથી એક છે. જે દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવાય છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવાશે. આ દિવસ ખાસ રીતે ભગવાન શિવની પૂજા માટે હોય છે અને આ દિવસે શિવલિંગની પૂજા કરવાનું ખુબ જ મહત્ત્વ માનવમાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા-પાઠ કરવાથી ભક્તોના જીવનમાં ખુશી આવે છે અને શિવજીની કૃપા આવે છે. ત્યાં જ ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની ઉત્પત્તિ પણ થઈ હતી. આાવામાં આવો જાણીએ કે શિવલિંગનું પૂજન સૌથી પહેલા કોણે કર્યું હતું, જાણો મહાશિવરાત્રી સાથે તેનો સંબંધ શું છે.
મહાશિવરાત્રીનું મહત્ત્વ
મહાશિવરાત્રીનો દિવસ શિવની પૂજાનો દિવસ હોય છે, આ દિવસ ખાસ રીતે શિવના ભક્તો માટે ખુબ જ ખાસ હોય છે. કારણ કે આ દિવસે ભગવાન શિવની કૃપા વિશેષ રીતે પ્રાપ્ત થાય છે. કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા. સાથે જ આ દિવસનું મહત્ત્વ એ કારણે પણ છે કે ભગવાન શિવની વિશેષ કૃપા આજના દિવસે ભક્તો પર વરસે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે જ ભગવાન શિવે સૃષ્ટીની રક્ષા માટે ઝેર પી ને પોતાના કંઠથી તેને ધારણ કર્યું હતું, જેના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો અને ત્યારથી જ તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે.
શિવલિંગની પૂજાનું મહત્ત્વ
મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજાનું ખુબ જ મહત્ત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ જ શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા જી એ સૌથી પહેલા શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી જ આ પરંપરા ચાલી આવી છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. શિવલિંગનું પૂજન રૂદ્રાભિષેક સાથે કરવામાં આવે છે. જેમાં જળ, દૂધ, મધ, બિલિપત્ર, ભાંગ, ધતૂરો વગેરે ચઢાવવામાં આવે છે. આ વસ્તુઓથી શિવજીની પૂજા કરવાથી તેમનો આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચો: ગુજરાતની નજીક આવેલુ છે પાંડવકાલિન ‘ગંગેશ્વર મહાદેવ’નું શિવાલય, જાણો પૌરાણિક કથા
મહાશિવરાત્રી સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ
મહાશિવરાત્રીનો પર્વ ઘણી જૂની પૌરાણિક કથાઓ સાથે જોડાયેલ છે. એક પ્રસિદ્ધ કથા અનુસાર જ્યારે દેવતા અને અસુર સમૂદ્ર મંથન કરી રહ્યા હતા, ત્યારે સૌથી પહેલા સમૂદ્રમાંથી ઝેર નીકળ્યું હતું. આ ઝેર એટલું શક્તિશાળી હતું કે તમામ દેવતા અને અસુર તેને પી શક્તા ન હતા. ત્યારે ભગવાન શિવે પોતાની માયાથી તે ઝેરને પીધુ હતું અને સૃષ્ટીની રક્ષા કરી હતી. આ ઝેર પીવાના કારણે ભગવાન શિવનું ગળું વાદળી થઈ ગયું હતું અને ત્યારથી તેમને નીલકંઠ કહેવામાં આવે છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી કોઈ પણ જાણકારીની સટીકતા અથવા વિશ્વસનીયતાની ગેરન્ટી નથી. વિભિન્ન માધ્યમો જેમ કે જ્યોતિષો, પંચાગ, માન્યતા અથવા ધર્મગ્રંથોથી સંગ્રહિત કરીને આ જાણકારીઓ તમારા સુધી પહોંચડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના પહોંચાડવાનો છે. તેનો સત્ય અને સિદ્ધ થવાની પ્રમાણિક્તા આપતા નથી. તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂરથી લેવી.