Yogini Ekadashi 2023 Upay : હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે અષાઢ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીની યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આજના દિવસ ખુબ જ શુભ યોગ બની રહ્યો છે. માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળી જાય છે સુખ સમૃદ્ધિ ધન-ધાન્યની વૃદ્ધિના આશિર્વાદ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિભન્ન પ્રકારના ઉપાય કરે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો સૂર્યાસ્તથી પહેલા આ ઉપાયો કરી શકો છો. માનવામાં આવે છે કે આ ઉપાયોને કરવાથી ભગવાન વિષ્ણુ ઝડપથી પ્રસન્ન થાય છે. તો ચાલો જાણઇએ કે યોગિની એકાદશીના દિવસે કયા કયા ઉપાયો કરવા શુભ બની શકે છે.
પાપોમાંથી મુક્તિ મેળવવા માટે
અનેક વખત જાણે અજાણે અનેક પ્રકારના પાપ કરી બેશીએ છીએ. આવી સ્થિતિમાં એકાદશીના દિવસે પશુ પક્ષિઓની સેવા કરવાની સાથે તેમણે પાણી અને અન્ન ખવડાવવું જોઇએ. આ સાથે જ જરૂરિયાત મંદ અને ગરીબ લોકોને અન્ન, જળ, વસ્ત્ર અને દક્ષિણા વગેરે દાન આપવું જોઇએ. આ ઉપાયો કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તી મળવાની સાથે ગ્રહ દોષમાંથી પણ છૂટકારો મળે છે.
કરો આ મંત્રનો જાપ
જીવનમાં એક પરેશાની સમાપ્ત નથી થતી ને બીજી આવી જાય છે. તો આવી પરિસ્થિતિમાં યોગિની એકાદશીના આ મંત્રનો જાપ કરવાથી લાભકારી સિદ્ધ થઇ શકે છે. યોગિની એકાદશીના દિવસે તુલસીની માળાથી ભગવાન વિષ્ણુ સંબંધિત મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આ સાથે જ ભગવાનને ભોગ લગાવવાની સાથે તુલસીના પાન પણ ચોક્કસ અર્પણ કરો.
દીપક પ્રગટાવો
શાસ્ત્રો અનુસાર એકાદશીની સાંજે તુલસીના છોડ સામે એક દીપો પ્રગટાવવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે.





