Gujarat Assemblye election: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રાચર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાતની ચૂંટણી પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે સોમનાથ મંદિરના પુનનિર્માણનો વિરોધ કરતા ‘મુસલમાનોના તૃષ્ટીકરણ’ માટે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું જ્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ‘આતંકવાદના સાચા હમદર્દ’ ગણાવ્યા હતા.
ઉત્તર પ્રદેશના ત્રણે સાર્વજનિક સંબોધનોમાં એક વિષય અયોધ્યામાં રામ મંદિરથી જોડાયેલી રાષ્ટ્રીય સુરક્ષા અને ગૌરવનો હતો. તેમણે જનતાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વોટ ન આપવાની અપીલ કરી હતી ઉત્તર પ્રદેશમાં પોતાના પ્રશાસનના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે “પ્રોફેશનલ ગુંડાઓ અને ગુનેગારો જે કોંગ્રેસ અને તેમના સહયોગી દળોના સંરક્ષણમાં ફૂલીફાલ્યા છે. રાજ્યમાં હિંસા મુક્ત કરવા માટે ઉત્તર પ્રદેશમાં બુલડોઝર ચલાવ્યું હતું.”
રામ મંદિર પ્રત્યે ભાવનાઓને વ્યક્ત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે “1990માં સોમનાથ મંદિરમાં આશિર્વાદ લીધા બાદ અયોધ્યાની યાત્રા શરુ કરી હતી. લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો હિંસા ફાટશે, હું કહું છું કે એક મચ્છર પણ નહીં મરે.”
ગુજરાતમાં કર્ફ્યૂ અને હિંસાઓ હંમેશા માટે ખતમ થઈ ગઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “હવે ઉત્તર પ્રદેશમાં હિંસા થતી નથી. પ્રોફેશનલ ગુંડાઓ અને આરોપીઓ જે કોંગ્રેસ અને તેમના સહયોગી દાળોની સંરક્ષણમાં ફૂલ્યાફાલ્યા હતા, જે ગરીબો, વેપારીઓ અને સામાન્ય લોકો ઉપર અત્યાચાર કરતા હતા તેમના માટે બુલડોઝર ચલાવ્યું હતું.” ભાવનગરના ગરિયાધારમાં આદિત્યનાથે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક સારી રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે “પહેલા દર બીજા દિવસે હુમલાઓ થતાં હતા જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કર્ફ્યૂ અને હિંસાઓ હંમેશા માટે ખતમ થઈ ગઈ. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા યારે આતંકવાદી હુમલાઓ પણ સંપૂર્ણ પણે બંધ થઈ ગયા”
વડાપ્રધાન મોદી સાંસ્કૃતિક વિરાસતને નવી ઉંચાઈએ લઇ ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સાંસ્કૃતિક વિરાસતને સમ્માનિત કરવામાં આવી રહ્યો છે અને નવી ઉંચાઈઓ ઉપર લઈ જઈ રહ્યા છે. કેવડિયામાં સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરીને પીએમ મોદીએ તેમને સમ્માનિત કર્યા. તેમણે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને પણ સમ્માનિત કર્યા અને જે પાંચ જગ્યાઓ સાથે જોડાયેલા રહ્યા તે પંચતી્તનો વિકાસ મોદીના નેતૃવમાં બીજેપી કરી રહી છે.”
યોગી આદિત્યનાથે કોંગ્રેસનું સમર્થન ન કરવા માટે લોકોને અપીલ કરી
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે “કોંગ્રેસે ક્યારે સરદાર સાહેબનું સન્માન કર્યું નથી. જ્યારે સરદાર સાહેબે સોમનાથ મંદિરનો જીણોદ્ધાર કરવા માંગો તો કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. પંડિત જવાહરલાલ નહેરુંએ તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ, મુસ્લિમ વોટ બેન્ક ખાતર ક્યારે પણ પોતાના વિશ્વાસનું સન્માન કરવા માંગતી નથી.
આ પણ વાંચોઃ- ભાજપ સંકલ્પ પત્ર : ખેડૂતો-મહિલાઓ-યુવાનો સહિત કોના માટે શું-શું વચન આપ્યા? જુઓ તમામ વિગત
પરંતુ સરદાર સાહેબે અહીં પ્રતિજ્ઞા લીધી હતી કે એક સ્વતંત્ર ભારત પજવણીના પ્રતિકોને ક્યારેય સ્વીકાર નહીં કરે અને સોમનાથ મંદિરના પુનનિર્માણના કાર્યોને આગળ વધાર્યું હતું. એ સમયે ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સમારોહમાં સામેલ થવા ઇચ્છતા હતા પરંતુ તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.” યોગી આદિત્યનાથે કોંગ્રેસનું સમર્થન ન કરવા માટે લોકોને અપીલ કરી હતી.
એવા લોકોનું સમર્થન ન કરો જે ભ્રષ્ટ અને આતંકવાદનું સમર્થન કરે છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ત્રણ સાર્વજનિક સંબોધનોમાં એ ઉલ્લેખ કરવા માટે એક કેન્દ્રબિન્દુ બનાવ્યું હતું કે ગુજરાતમાં હવે કર્ફ્યૂ, હિંસા અને નક્સલી ખતરો નથી. કેજરીવાલ ઉપર હુમલો કરતા તેમણે કહ્યું હતું કે “તેઓ આતંકવાદના સાચા હમદર્દ છે. તેઓ અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરે છે. હવે ભારતીય સેના પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. તો તેઓ આપણા બહાદુર સૈનિકો પાસે પુરાવા માંગે છે. પોતાનો મત એવા લોકો ઉપર બર્બાદ ન કરો જે ભ્રષ્ટ અને આતંકવાદનું સમર્થન કરે છે”
આ પણ વાંચોઃ- કોંગ્રેસની ઉશ્કેરણીથી અસામાજિક તત્વો હિંસા કરતા હતા, 2002માં ભાજપે પાઠ ભણાવ્યો, પછી શાંતિ થઈ: અમિત શાહ
યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે “કોઈપણ સ્વાભિમાની વ્યક્તિને કોંગ્રેસ અથવા આપને વોટ આપવો ન જોઈએ. આ બંને પક્ષો સત્તાના ભૂખ્યા છે. તેમને દેશની સુરક્ષા, વિકાસ અથવા સામાન્ય નાગરિકોની સુરક્ષાની પરવાહ નથી.”





