આગામી વર્ષ 2023 સિનેમા પ્રિમીઓ માટે ખુબ જ રોમાચિંત બનશે. કારણ કે આ વર્ષે દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો રિલીઝ થશે. જેમાં ઘણી નવી જોડીઓની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ધમાલ મચાવશે.નવા કપલની કેમ્સ્ટ્રી અને તેનો કમાલ જોવા માટે ફેન્સ પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આવો જાણીએ એ જોડીના નામ અને આગામી વર્ષે કંઇ ફિલ્મો રિલીઝ થશે.
લવ રંજનની મોસ્ટ અવેટેડ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર પ્રથમવાર સ્ક્રીન શેર કરશે. આ સાથે સારા અલી ખાન અને વિકી કૌશલની જોડી પણ લક્ષ્ણ અટેકરની ફિલ્મમાં સાથે નજર આવશે. એવામાં એ જોવું રોમાચિંત હશે કે ફેન્સને કંઇ જોડી વધુ પસંદ આવશે અને કંઇ જોડી દર્શકોનું ભરપૂર મનોરંજન કરવામાં સફળ રહેશે.
આ સીરિઝમાં પ્રભાસ અને ક્રિતિ સેનનું નામ પણ સામેલ છે. મહત્વનું છે કે, પ્રભાસ અને ક્રિતિ સેનના અફેયરની ચર્ચાએ છેલ્લા કેટલાક સમયથી જોર પકડ્યું છે. એવામાં આ જોડી એક સાથે પહેલીવાર મૈથોલોજિકલ ડ્રામા ‘આદિપુરૂષ’માં નજર આવશે. પ્રશંસકો આ કપલની સ્ક્રિન પર કેમેસ્ટ્રી જોવા માટે આતુર છે.
સારા અલી ખાન અને વિકી કૌશલની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે, આ બંને પહેલીવાર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે, આ જોડી કેવો ધમાકો મચાવશે, તે તો ખબર પડશે આવનાર સમય.
પ્રભાસ અને શ્રુતિ હાસન પણ પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. બંને પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સાલાર’માટે કામ કરી રહ્યા છે, આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે. આ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે.
જેકલીન ફર્નાન્ડીસ અને વિદ્યુત જામવાલ એક્શન ફિલ્મ ‘ક્રેક’માટે સાથે કામ કરે રહ્યા છે, આ ફિલ્મ 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં જેકલીન પણ એક્શન કરતી નજર આવશે . આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય દત્તે કર્યું છે. જોવાનું એ રહેશે કે ચાહકોને આ જોડી કેટલી પસંદ આવે છે.
સારા અલી ખાન વિકી કૌશલ સહિત વિક્રાંત મેસી સાથે પણ પહેલીવાર કામ કરવા જઈ રહી છે. સારા અલી ખાન અને વિક્રાંત મેસી ‘ગેસલાઇટ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના સુંદર લોકેશન પર કરવામાં આવ્યું છે.
અભિનેત્રી યામી ગૌતમ અંગે વાત કરીએ તો તેણી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે પ્રતિક ગાંધી લીડ રોલમાં જોવા મળશે.યામી અને પ્રતિકની જોડી ચાહકોને કેટલી ગમશે તે તો સમય પર નિર્ધારિત છે, પરંતુ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે કે ઉરી પછી યામી ફરીથી તેના પતિ આદિત્ય ધરના નિર્દેશનમાં કામ કરતી જોવા મળશે. આ એક એક્શન કોમેડી ફિલ્મ છે.
રકુલ પ્રીત સિંહ વિશે વાત કરીએ તો તે જે પણ એક્ટર સાથે કામ કરે છે તે જોડી પ્રશંકો પર તેનો પ્રભાવ પાડે જ છે. ત્યારે રકુલ પ્રીત પહેલીવાર અર્જુન કપૂર સાથે બિગ સ્ક્રીન પર નજર આવશે.
નાઈટ મેનેજરની રીમેકમાં શોભિતા ધુલીપાલા અને આદિત્ય રોય કપૂર પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ મોદીએ કર્યું છે.
ફિલ્મ યુદ્ધરાના પ્રથમ પોસ્ટરના રિલીઝના લીધે પ્રશંસકો ભારે ઉત્સાહમાં આવી ગયા છે. સિદ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનન આ ફિલ્મમાં પ્રથમવાર રવિ ઉદયાવરના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મમાં સાથે જોવા મળશે.
આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી વીણા કપૂરની પુત્રએ કરી હત્યા, મૃતદેહને ફ્રિજમાં છુપાવી ઠેકાણે લગાવ્યો
અલાયા એફ અને રાજકુમાર રાવ પહેલીવાર ફિલ્મ ‘શ્રી’માં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. રાજકુમાર અને અલાયા બંને તેમના અભિનય માટે ખુબ પ્રશંસા મેળવી છે. આ ફિલ્મ શ્રીકાંત બોલાની બાયોપિક છે જે નેત્રહિન બિઝનેસમેન છે.
બોલિવૂડની સૌથી હોટ અને ફિટ અભિનેત્રી દિશા પટણી એમએમએમાં સઘન તાલીમ લઈ રહી છે અને તેણીએ વર્કઆઉટમાં વધારો કર્યો છે કારણ કે તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સામે એક્શન ફિલ્મ ‘યોદ્ધા’ માં જોવા મળશે, ચાહકો આ હોટ કપલને જોવા માટે આતુર છે.
આ સિવાય દિશા પટણી તમિલ સ્ટાર સૂર્યાની અપકમિંગ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. આ પીરિયડ ડ્રામા ફિલ્મનું નિર્દેશન શિવ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સૂર્યા રાજકુમારનું પાત્ર નિભાવી રહ્યો છે.