ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ભાજપે જીતવા માટે કમર કસી લીધી, આટલા છે પડકારો

Gujarat assembly election 2022: 2024 લોકસભા ચૂંટણી ઉપર ગુજરાતના પરિણામોની અસર જોતા પાર્ટી તમામ પ્રકારની ચોક્કસાઈ રાખી રહી છે. પોતાના મતોમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન આવે એ સુનિશ્ચિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ પ્રકારની તક જતી કરવા માંગતી નથી.

Updated : November 04, 2022 09:16 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ભાજપે જીતવા માટે કમર કસી લીધી, આટલા છે પડકારો
અમિત શાહ ફાઈલ તસવીર

લિજ મેથ્યૂઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સાથે સાથે રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપે પણ કમર કસી લીધી છે. 2024 લોકસભા ચૂંટણી ઉપર ગુજરાતના પરિણામોની અસર જોતા પાર્ટી તમામ પ્રકારની ચોક્કસાઈ રાખી રહી છે. પોતાના મતોમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન આવે એ સુનિશ્ચિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ પ્રકારની તક જતી કરવા માંગતી નથી. ભાજપ સરકાર 27 વર્ષથી ગુજરાતમાં સત્તા સંભાળી રહી છે અને લગભગ 50 ટકા વોટ મેળવી રહી છે.

ભાજપ રાજ્યમાં પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ દર્શાવતા સર્વેક્ષણોથી ચિંતિત છે, જે તેનું વર્ચસ્વ દર્શાવે છે. બે પક્ષવાળા રાજ્યમાં AAPનો પ્રભાવ કોંગ્રેસ પર વધુ જોવા મળી શકે છે, પરંતુ તે 12-15 ટકાના વોટ શેર અને ડઝન બેઠકો સુધી જ દેખાઈ રહ્યો છે. તેમ ભાજપના આંતરિક સર્વેથી સંકેત મળે છે.

ગુજરાતમાં અમિત શાહની બેઠક

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતના પરિણામો પાર્ટીની તાકાત, અજેયતા, તેની ચૂંટણી જીતવાની વ્યૂહરચનાઓની અસરકારકતા અને તેના નેતૃત્વની કાયમી લોકપ્રિયતાના સૂચક હશે. પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાના પ્રયાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નવા કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સની જાહેરાત કરીને રાજ્યની તેમની મુલાકાત વધુ તીવ્ર બનાવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઉમેદવારોની સ્ક્રીનિંગ અને શોર્ટલિસ્ટિંગ સહિતની બેઠકો કરી રહ્યા છે.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોરબી પુલ દુર્ઘટના વિશે શું વિચારે છે મતદારો?

ભાજપ માટે ચિંતાજનક કારણો છે ખેડૂતોનો રોષ, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં, બેરોજગારી અંગે લોકોની ચિંતા અને વર્તમાન રાજ્ય નેતૃત્વ અંગે ઉત્સાહનો અભાવ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ