Gujarat Assembly election BJP candidate second list: ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ બધા પક્ષો એક પછી એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટે એક પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આજે બીજા છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
બીજી યાદીમાં કયા નેતાના નામ જાહેર કરાયા
ક્રમ બેઠક નંબર બેઠકનું નામ ઉમેદવારનું નામ 1 75 ધોરાજી મહેન્દ્ર પાડલિયા 2 81 ખંભાળિયા મુળુભાઈ બારા 3 104 ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યા 4 168 ચોર્યાસી સંદીપ દેસાઈ 5 149 ડેડિયાપાડા હિતેશ વસાવા 6 84 કુતિયાણા ઢેલીબેન આડેદરા
પહેલી યાદીમાં 160 નામ કર્યા હતા જાહેર
ઉલ્લેખનીય છે કે ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે 182 બેઠકોમાંથી તેમના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં બીજેપીએ ગુજરાતમાં 69 બેઠકો પર ધારાસભ્યોને રિપીટ કર્યા છે. જેમને ફરી ચૂંટણી લડવા માટે અવસર આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ 38 બેઠકો નવા ચહેરાઓને મોકો આપ્યો છે, જે લોકોની ટિકિટ કાપવામાં આવી છે તેમાં વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રીઓના નામ પણ સામેલ છે.
વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગીમાં નવા ચહેરાઓને પહેલા પસંદગી આપતા હોય છે. ત્યારે આ વખતની યાદીમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા. બીજી યાદીની વા કરીએ તો ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ છે. વિભાવરીબેનના સ્થાને શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ મળી છે. ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલની ટિકિટ કપાઇ છે. વર્ષ 2017માં ધોરાજી બેઠક પરથી હરી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર અને ચોર્યાસી બેઠક પર નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે.
પહેલી યાદીમાં કોની ટિકિટ કપાઈ
ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરતા સમયે જણાવ્યું કે, 182 વિધાનસભા સીટોમાંથી 160 ઉમેદવારોના નામ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 38 બેઠકો પર નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ પત્ર લખી જણાવ્યું હતું કે, નવા ચહેરાઓને મોકો આપવામાં આવે, અમે સંગઠનમાં રહી કામ કરીશું પરંતુ આ વખતે ચૂંટણી નહી લડીએ. તો આવા નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા, પૂર્વ અધ્યક્ષ અને મંત્રી આર.સી. ફળદુ, વરિષ્ઠ મંત્રી પ્રદિપ સિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશિક પટેલના નામ સામેલ છે, જેઓ ચૂંટણી નહીં લડે.





