Live

Gujarat Election phase 2 polling update: બીજા તબક્કાની 93 બેઠકો પર વોટિંગ પૂર્ણ, સાંજે 5.00 વાગ્યા સુધીમાં સરેરાશ 58.80 ટકા મતદાન

Gujarat assemby Election phase 2 polling update : બીજા તબક્કાની ચૂંટણીના મતદાન પૂર્ણ થતા સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ, પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વોટિંગ કર્યું

Written by Ankit Patel
Updated : December 05, 2022 17:52 IST
Gujarat Election phase 2 polling update: બીજા તબક્કાની 93 બેઠકો પર વોટિંગ પૂર્ણ, સાંજે 5.00 વાગ્યા સુધીમાં સરેરાશ 58.80 ટકા મતદાન
બીજા તબક્કાના મતદાન માટે લાઈનમાં ઊભા રહેલા મતદાતાઓ

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં સોમવારે (5 ડિસેમ્બર) બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.80 ટકા મતદાન થયું છે. આ આંકડા હજુ અપડેટ થતા રહેશે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદાન પૂર્ણ થતા સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું છે.

બીજા તબક્કાનું મતદાનઃ સાંજે 5.00 વાગ્યા સુધીમાં સરેરાશ 58.80 ટકા

અમદાવાદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 53.57 ટકાઆણંદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 59.04 ટકાઅરવલ્લી જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 60.18 ટકાબનાસકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 65.65 ટકાછોટાઉદેપુર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 62.05 ટકાદાહોદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 55.80 ટકાગાંધીનગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 59.14 ટકાખેડા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 62.65 ટકામહેસાણા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 61.01 ટકામહિસાગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 54.26 ટકાપંચમહાલ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 62.03 ટકાપાટણ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 57.28 ટકાસાબરકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 65.84 ટકાવડોદરા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 58.00 ટકા

Read More
Live Updates

બીજા તબક્કાનું મતદાનઃ સાંજે 5.00 વાગ્યા સુધીમાં સરેરાશ 58.80 ટકા

અમદાવાદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 53.57 ટકા

આણંદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 59.04 ટકા

અરવલ્લી જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 60.18 ટકા

બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 65.65 ટકા

છોટાઉદેપુર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 62.05 ટકા

દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 55.80 ટકા

ગાંધીનગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 59.14 ટકા

ખેડા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 62.65 ટકા

મહેસાણા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 61.01 ટકા

મહિસાગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 54.26 ટકા

પંચમહાલ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 62.03 ટકા

પાટણ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 57.28 ટકા

સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 65.84 ટકા

વડોદરા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 58.00 ટકા

ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણે પરિવાર સાથે આપ્યો મત

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે તેમના પરિવારના સભ્યો સાથે વડોદરાના મતદાન મથક પર ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન કર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ કહ્યું હતું કે, “હું લોકોને બહાર આવવા અને મતદાન કરવા અપીલ કરું છું.”

બપોરે 1 વાગ્યા સુધી 34.74% મતદાન નોંધાયું હતું

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવારે બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 34.74 ટકા મતદાન નોંધાયું હતું.

ઉત્તર અને મધ્ય પ્રદેશોના 14 જિલ્લાઓમાં ફેલાયેલા ગુજરાતના કુલ 182માંથી 93 મતવિસ્તારોમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 14,975 મતદાન મથકો પર સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું. બીજા તબક્કામાં સીએમ પટેલ સહિત 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જ્યારે થરાદ સેગમેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 45.98 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે ઠક્કરબાપા નગર મતવિસ્તારમાં સૌથી ઓછું 25.12 ટકા મતદાન નોંધાયું છે.

બીજા તબક્કાનું મતદાનઃ સવારે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74 ટકા

  • અમદાવાદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 30.82 ટકા
  • આણંદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 37.06 ટકા
  • અરવલ્લી જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 37.12 ટકા
  • બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 37.48 ટકા
  • છોટાઉદેપુર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 38.18 ટકા
  • દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 34.46 ટકા
  • ગાંધીનગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 36.49 ટકા
  • ખેડા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 36.03 ટકા
  • મહેસાણા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 35.35 ટકા
  • મહિસાગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 29.72 ટકા
  • પંચમહાલ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 37.09 ટકા
  • પાટણ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 34.74 ટકા
  • સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 39.73 ટકા
  • વડોદરા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 34.07 ટકા
  • અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર મતદાન ચાલુ છે. એક્સપ્રેસ ફોટો નિર્મલ હરીન્દ્રન, અમદાવાદ

    અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન ચાલુ છે. એક્સપ્રેસ ફોટો નિર્મલ હરીન્દ્રન, અમદાવાદ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીન માતા હીરાબાએ મત આપ્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ ગાંધીનગરની રાયસન પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન કર્યું હતું.

    સુખરામ રાઠવા, AAPના CM ચહેરા ઇસુદાન ગઢવીએ પોતાનો મત આપ્યો

    સુખરામ રાઠવા, AAPના CM ચહેરા ઇસુદાન ગઢવીએ પોતાનો મત આપ્યો

    27 વર્ષ પછી પરિવર્તન આવશેઃ શંકરસિંહ વાઘેલા

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાનો મત આપ્યા બાદ જણાવ્યું હતું કે, “બીજા તબક્કામાં ઓબીસી પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં મતદાન થવાનું છે. કોંગ્રેસે ઓબીસી સીએમ ઉમેદવારનું કાર્ડ રમ્યું, તેથી મને લાગે છે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આ આખો પ્રદેશ કોંગ્રેસને મત આપશે. હું જોઉં છું કે ભાજપનું 27 વર્ષનું શાસન હવે બદલાઈ રહ્યું છે.

    વિરમગામ ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે મત આપ્યો

    વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે ચંદ્રનગર પ્રાથમિક શાળાના મતદાન મથક 264 પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે પોતાનો મત આપ્યો.

    રાહુલ ગાંધીની લોકોને વધારે મતદાન કરવા માટે કરી અપીલ

    યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને દરેક નાગરિકને આપેલું વચન અમે પૂરું કરીશું, ગુજરાતમાં પરિવર્તન લાવીશું.

    ગુજરાતની જનતાને અપીલ છે કે મોટી સંખ્યામાં મતદાન કરો. તમારા અધિકારો સહન કરીને રાજ્યની પ્રગતિ અને પ્રગતિ માટે આ મહત્વપૂર્ણ જવાબદારીને પૂર્ણ કરો.

    બીજા તબક્કાનું મતદાનઃ સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.17 ટકા

  • અમદાવાદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 16.95 ટકા

  • આણંદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 20.38 ટકા
  • અરવલ્લી જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 20.83 ટકા
  • બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 21.03 ટકા
  • છોટાઉદેપુર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 23.35 ટકા
  • દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 17.83 ટકા
  • ગાંધીનગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 20.39 ટકા
  • ખેડા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 19.63 ટકા
  • મહેસાણા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 20.66 ટકા
  • પંચમહાલ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 17.06 ટકા
  • પાટણ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 18.74 ટકા
  • સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 18.18 ટકા
  • વડોદરા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 22.18 ટકા
  • વિજાપુર જિલ્લામાં 110 વર્ષના વૃદ્ધ મતદાતાએ કર્યું મતદાન

    વિજાપુર જિલ્લાના સૌથી મોટી ઉંમરના 110 વર્ષનાં શાન્તાબેન રામાજી ઠાકરોએ મતદાન કર્યું, અધિકારીઓએ ગુલાબનું ફૂલ આપી તેમનું સન્માન કર્યું

    અમિત શાહે પ્રથમ વખત મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની કરી વિનંતી

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના સાંસદ અમિત શાહે સોમવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં AMC સબ-ઝોનલ ઓફિસમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમની સાથે તેમના પુત્ર અને BCCI સેક્રેટરી જય શાહ સહિત તેમના પરિવારના સભ્યો પણ હતા. પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું: “હું દરેકને મતદાન કરવા માટે અપીલ કરું છું, ખાસ કરીને પ્રથમ વખતના મતદારો – યુવાન છોકરીઓ અને છોકરાઓએ મતદાન કરવું જોઈએ.”

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અંતર્ગત ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું હતું.

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મત આપ્યો

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન મથક 95, શિલાજ અનુપમ શાળા ખાતે મતદાન કર્યું

    દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ પત્ની સાથે કર્યું મતદાન

    દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને તેમની પત્નીએ આજે અમદાવાદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન કર્યું.

    PM મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદના એક મતદાન મથક પર મતદાન કર્યું.

    મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારે 9.30 વાગે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન હાઈસ્કૂલના મતદાન મથક પર પહોંચ્યા હતા. તેઓ પોતાનો મત આપવા માટે થોડીવાર કતારમાં ઉભા રહ્યા.

    મતદાન મથકમાંથી બહાર આવ્યા પછી, પીએમે તેમના સ્વાગત માટે એકઠા થયેલા ભીડને તેમની શાહીવાળી આંગળી બતાવી. ત્યારપછી તેઓ મતદાન મથક પાસે આવેલા તેમના મોટા ભાઈ સોમા મોદીના ઘરે ચાલ્યા ગયા. (પીટીઆઈ)

    શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવવા બદલ ચૂંટણી પંચને અભિનંદનઃ પીએમ મોદી

    મતદાન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, “ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. હું દેશની જનતાનો આભાર માનવા માંગુ છું. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપવા માંગુ છું.

    બીજા તબક્કાનું મતદાનઃ સવારે નવ વાગ્યા સુધીમાં સરેરાશ 4.75 ટકા

  • અમદાવાદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.20 ટકા
  • આણંદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.92 ટકા
  • અરવલ્લી જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.99 ટકા
  • બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 5.36 ટકા
  • છોટાઉદેપુર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.54 ટકા
  • દાહોદ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.35 ટકા
  • ગાંધીનગર જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 7.05 ટકા
  • ખેડા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.50 ટકા
  • મહેસાણા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 3.76 ટકા
  • પંચમહાલ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.06 ટકા
  • પાટણ જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.34 ટકા
  • સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 5.26 ટકા
  • વડોદરા જિલ્લામાં સરેરાશ મતદાનઃ- 4.68 ટકા
  • સવારે નવ વાગ્યા સુધીમાં 4 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારના નવ વાગ્યા સુધીમાં સરેરાશ 4 ટકા મતદાન નોંધાયું છે.

    અમદાવાદમાં શીલજ અનુપમ સ્કૂલના દ્રશ્યો

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન મથક 95, અમદાવાદમાં શીલજ અનુપમ સ્કૂલના દ્રશ્યો

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલજની અનુપમ સ્કૂલમાં મત આપ્યો

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજા તબક્કાના મતદાન માટે અમદાવાદના શિલજમાં આવેલી અનુપમ સ્કૂલમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    પીએમ મોદીએ રાણિપની નિશાન સ્કૂલમાં આપ્યો મત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મત આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓ લાઇનમાં ઊભા રહી પોતાનો નંબર આવ્યા બાદ મત આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય નાગરીકની જેમ જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    PM મોદીએ નિશાન પબ્લિક સ્કૂલ જતા લોકોને શુભેચ્છા પાઠવી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ પર મત આપવા પહોંચ્યા છે ત્યારે રસ્તામાં ચાલતા આવતા લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

    ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનો મોટો આરોપ

    ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે તેમના ઉમેદવાર પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ જીતી રહી છે. અમારા ઉમેદવાર કાંતિ ખરાડી પર ગઈકાલે રાત્રે હુમલો થયો હતો અને તે 3 કલાક સુધી મળ્યો ન હતો. અમે ચૂંટણી પંચને ફોન કરીને સવારે 1.30 વાગ્યે ગાંધીનગર પહોંચ્યા અને તેમને ત્યાં આવવા કહ્યું. અમારા અન્ય ઉમેદવારો તરફથી પણ ફરિયાદો આવી રહી છે. કલોલમાંથી બળદેવ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને તે પોલીસ છાવણીમાં ફેરવાઈ જતાં ભયનો માહોલ છે. આ દર્શાવે છે કે ભાજપ હારી રહી છે અને પોલીસ અને સરકારી તંત્રની મદદથી તેઓ મતદાનને પ્રભાવિત કરી રહ્યા છે. અમારા કાર્યકરો અને નેતાઓ હિંમતથી ચૂંટણી લડશે અને જીતશે.

    હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણીઃ પ્રતિષ્ઠાની લડાઈ

    ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મેદાનમાં રહેલા ઘણા અગ્રણી ઉમેદવારોમાં ત્રણ યુવા ચહેરાઓ છે – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી – જેમણે 2017 રાજ્યની વિધાનસભા ચૂંટણીના વર્ણનને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે આ વખતે પણ તેઓને તેમના પક્ષોના “સ્ટાર ઉમેદવારો” ગણવામાં આવે છે, તેમ છતાં, ત્રણેય નેતાઓ મોટે ભાગે પોતપોતાના મતવિસ્તારો સુધી મર્યાદિત રહ્યા છે જેને તેમની “પ્રતિષ્ઠાની લડાઈ” ગણી શકાય.

    બોટાદમાં કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ મતદાન કર્યું

    બોટાદમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “પ્રથમ તબક્કામાં કોંગ્રેસને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે સમર્થન મળ્યું હતું. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે અને તમે લાંબી કતારો જોઈ શકો છો. 8 ડિસેમ્બરે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે.

    પીએમ મોદી મતદાન કરવા માટે રવાના થયા

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી રવાના થયા છે. તેઓ અમદાવાદની નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કરશે.

    ગુજરાત ચૂંટણી 2022 : ઉત્તર ગુજરાતમાં મતદારો આકરા પાણીએ, ભાજપનું મપાશે પાણી, કોંગ્રેસ માટે વકરો એટલો નફો

    કોડાફાડ અને આકરા કહેવાતા ઉત્તર ગુજરાતીઓ હાલમાં સાચે જ આકરા પાણીએ છે. બે દાયકાથી સત્તા ભોગવી રહેલા ભાજપ માટે પણ જીતનો રસ્તો આસાન નથી. ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા છે અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં અહીં મતદાન થવાનું છે. મતદારો શું કરશે? કોનું પલ્લુ ભારે કરશે અને કોને જીત અપાવશે, કળવું મુશ્કેલ બની રહ્યું છે.

    પથ્થરમાંથી પણ પાણી કાઢી બતાવે એનું નામ ઉત્તર ગુજરાત.

    સૂકા ભઠ વિસ્તાર તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતે દાયકાઓ સુધી પાણીની તંગી સહી છે. છાશવારે દુષ્કાળ જેવી કુદરતી આપતાઓથી તપીને ઉત્તર ગુજરાત છેવટે પશુપાલન અને નર્મદાના નીર પહોંચતાં હવે બે પાંદડે થયો છે. પાણી વગર તરસીને સધ્ધર થવા તરફ આગળ વધી રહેલ ઉત્તર ગુજરાત આજકાલ રાજકીય પક્ષો માટે આકરા પાણીએ છે અને એમાંય ખાસ કરીને સત્તાધીશ ભાજપ માટે. છેલ્લા બે દાયકાથી ઉત્તર ગુજરાતમાં ભાજપનો જાદુ આસરી રહ્યો છે.

    રાજ્યમાં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી સત્તા સંભાળી રહેલ ભારતીય જનતા પાર્ટી માટે પણ ઉત્તર ગુજરાત હવે સેફ ઝોન નથી રહ્યો. એક સમય હતો કે ભારતમાં ભાજપની બે સીટ આવતી હતી ત્યારે એક બેઠક ઉત્તર ગુજરાતે આપી હતી. પરંતુ બદલાયેલા સમીકરણોને લીધે ઉત્તર ગુજરાતીઓ પણ જાણે સત્તાધારી પાર્ટીથી મોં ફેરવી રહ્યા છે.

    મહેસાણા જિલ્લાના વતની નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉત્તર ગુજરાત ભાજપને ખોબલે ખોબલે મત આપતું હતું. વર્ષ 2002માં ઉત્તર ગુજરાતની 33 બેઠકો પૈકી ભાજપને 18 બેઠકો પર જીત મળી હતી. જ્યારે વર્ષ 2007માં ભાજપને 25 બેઠકો પર જીત આપી હતી. જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર આઠ બેઠકો જ આવી હતી.

    વર્ષ 2012 થી સમીકરણ બદલાયા અને ઉત્તર ગુજરાતે ભાજપને પાણી બતાવવાનું શરૂ કર્યું. વર્ષ 2012માં ભાજપને માત્ર 15 બેઠકો જ મળી અને સામે પક્ષે કોંગ્રેસના હાથમાં 17 બેઠકો આવી. ભાજપ સામેની નારાજગી અહીંથી ન અટકતાં વર્ષ 2017 માં પણ વધુ એક બેઠકના ઘટાડા સાથે ભાજપને 14 બેઠકો જ મળી અને કોંગ્રેસનો 17 બેઠક પર વિજય થયો.

    હવે આ ચૂંટણી જંગની વાત કરીએ તો આ વખતે મોટી જીત માટે ભાજપે જીતના સમીકરણ બદલ્યા જરૂર છે પરંતુ આમ છતાં ભાજપ માટે સામો પવન ફૂંકાય એવી સ્થિતિ છે.

    વર્ષ 2017ની ચૂંટણી વખતે ભાજપની સામે પાટીદાર અનામત આંદોલનની અસર મોટી સમસ્યા હતી. જેના સમાધાન રૂપે ભાજપે આ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને ભાજપમાં સમાવી એ અસર ખાળવા પ્રયત્નો જરૂર કર્યા છે. પરંતુ એની ખાસ અસર અહીં દેખાઇ નથી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરુ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો ઉપર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. લોકો મત આપવા માટે લાઈનોમાં ઊભા રહેવાનું શરું થયું છે.

    રાણિપની નિશાન સ્કૂલ પર લોખંડી પોલીસ બંદોબસ્ત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણિપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન બૂથ પર મત આપશે. જેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. નિશાન સ્કૂલને લોખંડી સુરક્ષાથી સુરક્ષીત કરાઈ છે.

    મતદારોને મત આપવા વડાપ્રધાન મોદીની અપીલ, નવ વાગ્યે કરશે મતદાન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીના બીજા તબક્કા અને દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલી પેટાચૂંટણીમાં મતદાન કરનારા તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે.

    વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, હું અમદાવાદમાં સવારે 9 વાગ્યે મારો મત આપીશ

    તમામ ગુજરાતીઓએ ભાજપને મત આપવો જોઈએ : હાર્દિક પટેલ

    વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કહ્યું, “હું દરેકને વોટ કરવાની અપીલ કરું છું. ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે. હું ઈચ્છું છું કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. આપણે મતદાન કરવાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ચૂંટણી લોકશાહીની સુંદરતા છે.

    અમદાવાદના નારણપુરામાં અમિત શાહ કરશે મતદાન

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરામાં નગર નિગમના કાર્યાલયમાં કેન્દ્રમાં મતદાન કરશે.

    પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં વોટિંગ કરશે

    પીએમ નરેન્દ્ર મોદી સોમવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    બીજા તબક્કામાં કુલ મતદારો 2,51,58,730

    બીજા તબક્કામાં કુલ મતદારો 2,51,58,730 છે. જેમાંથી 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. 18થી 19 વર્ષની વયના મતદારો 5,96,328 છે. 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો 5,412 છે. NRI મતદારો કુલ 660 છે. જેમાં 505 પુરૂષ અને 155 મહિલાઓ છે. 26,409 મતદાન મથકો છે. જેમાં 8,533 શહેરી વિસ્તારોમાં અને 17,876 ગ્રામ્ય વિસ્તારોમાં છે. 93 મોડલ મતદાન મથકો, 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 651 સખી મતદાન મથકો અને 14 યુવા સંચાલિત મતદાન મથકો છે.

    કુલ 833 ઉમેદવારો મેદાનમાં

    ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે બીજા તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ હાલ કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 69 મહિલાઓ અને 764 પુરૂષ ઉમેદવારો છે. બીજા તબક્કામાં મતદાન સ્ટાફમાં કુલ 1,13,325 કર્મચારી/અધિકારી સામેલ છે. જેમાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ સ્ટાફ છે.

    આ દિગ્ગજોનું ભવિષ્ય દાવ પર લાગશે

    બીજા તબક્કામાં અનેક નેતાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલુ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા), ઋષિકેશ પટેલ (વિસનગર), શંકર ચૌધરી (થરાદ), ગેનીબેન ઠાકોર (વાવ), દિલીપજી ઠાકોર (ચાણસ્મા), યુવા નેતા હાર્દિક પટેલ (વિરમગામ), અલ્પેશ ઠાકોર ( ગાંધીનગર દક્ષિણ), જિગ્નેશ મેવાણી (વડગામ) નો સમાવેશ થાય છે. થરાદ બેઠક પર શંકર ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

    બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થતો હતો. હવે વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન સોમવાર 5 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. આ બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો પર વોટિંગ થશે. આ સીટો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં ફેલાયેલી છે. લગભગ 36,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    Show comments
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ