આઝાદ ભારતના પહેલા મતદાતા 106 વર્ષના શ્યામ શરણ નેગીનું નિધન, રાજકીય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર

Himachal Pradesh Assembly Election: શ્યામ શરણ નેગી હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કલ્પાના રહેવાસી હતા. તેમણે બે દિવસ પહેલા પોસ્ટલ બેલેટ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો.

Written by Ankit Patel
November 05, 2022 13:02 IST
આઝાદ ભારતના પહેલા મતદાતા 106 વર્ષના શ્યામ શરણ નેગીનું નિધન, રાજકીય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર
શ્યામ શરણ નેગીની ફાઈલ તસવીર

Himachal Pradesh Assembly Election 2022: આઝાદ ભારતના પહેલા મતદાા શ્યામ શરણ નેગીનું 106 વર્ષની ઉંમરે નીધન થયું છે. કિન્નૌરના ડીસી આબિદ હુસૈન સાદિકના શ્યામ શરણ નેગીના મોતની પુષ્ટી થઈ છે. તેમણે કહ્યું કે જિલ્લા પ્રશાસન સંપૂર્ણ સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે.

શ્યામ શરણ નેગી હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કલ્પાના રહેવાસી હતા. તેમણે બે દિવસ પહેલા પોસ્ટલ બેલેટ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો. નેગીએ 1951-52ની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો જે દેશની પ્રથમ ચૂંટણી હતી. 106 વર્ષીય શ્યામ શરણ નેગીએ તાજેતરમાં 34મી વખત મતદાન કર્યું હતું. 1951 થી આજ સુધી તેઓ સતત પોતાનો મત આપી રહ્યા છે.

2 નવેમ્બરે મતદાન થયું: કિન્નરના ડેપ્યુટી કમિશનર આબિદ હુસૈન સાદિકે કહ્યું, “શ્યામ શરણ નેગીએ શનિવારે સવારે 2 વાગ્યે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આજે તેમનું સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નેગીએ 2 નવેમ્બર 2022 ના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો.

દેશના સૌથી વૃદ્ધ મતદાર શ્યામ શરણ નેગી તાજેતરમાં રિટર્નિંગ ઓફિસરને 12-ડી ફોર્મ પરત કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચનું ફોર્મ પરત કર્યું હતું કે તેઓ મતદાન મથક પર જઈને મતદાન કરશે. જો કે, આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં ચૂંટણી અધિકારીઓ તેમના કલ્પાના ઘરે ગયા અને પોસ્ટલ વોટ મેળવ્યો.

પીએમ મોદીએ કરી હતી પ્રશંસાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્યામ સરન નેગીની પ્રશંસા કરી હતી અને તેમને દેશની લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની કડી ગણાવી હતી. તેમણે લખ્યું કે નેગીનો મત આપવાનો ઉત્સાહ આપણા યુવા મતદારોને પ્રોત્સાહિત કરે છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે નેગીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો: સીએમ જયરામે ટ્વિટર પર લખ્યું, “સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર અને કિન્નોરના વતની શ્યામ સરન નેગી જીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. પોતાની ફરજ બજાવતા તેમણે 2 નવેમ્બરે 34મી વખત વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો પોસ્ટલ વોટ આપ્યો, આ સ્મૃતિ હંમેશા ભાવુક રહેશે. ભગવાન તેમના પુણ્ય આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને શક્તિ આપે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ