Live

હિમાલય પ્રદેશ ચૂંટણી મતદાનની તમામ અપડેટ

Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશની 68 સીટો પર શનિવારે (12 નવેમ્બર) મતદાન થશે. ભાજપ કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં આપ મેદાનમાં આવ્યું છે.

Updated : November 12, 2022 19:14 IST
હિમાલય પ્રદેશ ચૂંટણી મતદાનની તમામ અપડેટ
હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થઇ રહ્યું છે. ભાજપના મોદી સહિતના નેશનલ કાર્ડ અને કોંગ્રેસના જુની પેન્શન લાગુ કરવા સહિતના લોકલ સ્થાનિક મુદ્દાઓ વચ્ચે ટક્કર થશે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17.98 ટકા મતદાન નોંધાયું હતુ, જ્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં 37 ટકા મતદાન નોંધાયું છે.. રાજ્યમાં ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર વચ્ચે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે.

Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશની 68 સીટો પર શનિવારે (12 નવેમ્બર) મતદાન થશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શાંત થઇ ગયો છે અને શનિવારના મતદાન પર બધાની નજર છે. ચૂંટણી દરમિયાન વધારેમાં વધારે મતદાનને લઇને લોકોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. મતદાન પહેલા ચૂંટણી પંત દ્વારા બધી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને જીતના દાવા કરી રહ્યું છે.

આ ચૂંટણીમાં બન્ને દળોના બળવાખોર ઉમેદવારોએ બન્ને પાર્ટીનું ટેન્શન વધાર્યું છે. જેના કારણે કેટલીક સીટો પર ઘણી કાંટાની ટક્કર જોવા મળશે. ભાજપાએ 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જેના કારણે પાર્ટીએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

બળવાખોરની નારાજગી વચ્ચે સત્તાધારી ભાજપા હિમાચલમાં સતત બીજી વખત સરકાર નહીં બનાવવાની પરંપરાને તોડવાના પ્રયત્નમાં લાગી છે. કોંગ્રેસ તરફથી બીજેપીને જોરદાર ટક્કર મળી રહી છે. ભાજપા સ્ટાર પ્રચારક પીએમ મોદી અને સીએમ જયરામ ઠાકુરના નેતૃત્વમાં પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે.

આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં

ભાજપા અને કોંગ્રેસ સિવાય રાજ્યમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. પંજાબમાં જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી હવે પહાડી રાજ્યમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. જોકે ઘણા નેતાઓએ પાર્ટી બદલતા ઘણા મોરચા પર પડકારોનો સામનો કરવો પડ્યો છે.

8 ડિસેમ્બરે પરિણામ

હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. આ જ દિવસે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ આવશે. ગત વખતે હિમાચલની 68 સીટોમાંથી 44 સીટો પર બીજેપીએ જીત મેળવી હતી. કોંગ્રેસના ખાતામાં 21 સીટો આવી હતી.

Read More
Live Updates

11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન

હિમાચલ પ્રદેશ વિધાનસધા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 68 બેઠકો માટે ઉત્સાહભેર મતદાન થઇ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17.98 ટકા મતદાન નોંધાયું છે.

આપ જુઠાણામાં ચેમ્પિયન

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડાએ મતદાન કરતાં પહેલા મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી જુઠાણા ચલાવવામાં ચેમ્પિયન છે. હિમાચલની જનતા સમજુ છે અને આ વખતે ફરી ભાજપ પર વિશ્વાસ મુકશે.

જનતા ભાજપને આપશે જાકારો

કોંગ્રેસા ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજ્યની જનતા સમજુ છે. ભાજપમાં પરિવારવાદ છે. જનતા ભાજપને જાકારો આપશે.

CM જયરામ ઠાકુરે કર્યું મતદાન

55 લાખ મતદારો બનાવશે સરકાર

હિમાચલ પ્રદેશના 55 લાખ મતદારો હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે. જેમાં 27 લાખ 80 હજાર પુરૂષ મતદારો જ્યારે 27 લાખ 27 હજાર મહિલા મતદારો છે. રાજ્યમાં 1.22 લાખ મતદારો 80 વર્ષથી વધુના છે. 1184 મતદારો એવા છે કે જેઓ સદી વટાવી ચૂકેલા છે.

અડધા ઉમેદવાર કરોડપતિ, ભાજપના વર્મા મોખરે

હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 જંગમાં 68 બેઠકો માટે 412 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 55 ટકા એટલે કે 226 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં 128 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભાજપના બલવીર સિંહ વર્મા મોખરે છે.

વડાપ્રધાને કરી અપીલ

हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 12, 2022

ઉત્સાહ વચ્ચે મતદાન શરૂ

રાજ્યની 68 બેઠકો માટે ઉત્સાહ વચ્ચે સવારે 8 વાગે મતદાન શરૂ થયું.

412 ઉમેદવારો મેદાનમાં

રાજ્યમાં 7881 મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થશે મતદાન. 68 બેઠકો માટે 412 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

હિમાચલની 68 બેઠકો માટે 8 વાગ્યાથી મતદાન

હિમાચલ પ્રદેશની 68 બેઠકો માટે રાજ્યમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ