IIFA એવોર્ડ્સ જયપુરમાં આજથી શરૂ, બોલિવૂડ સેલેબ્સ જયપુર જવા રવાના

કૃતિ સેનન પણ એરપોર્ટ પર આઈફા એવોર્ડ્સ નાઇટ માટે રવાના થતી જોવા મળી હતી, એકટ્રેસએ વાઈટ ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પર ઓવર સાઈઝ બ્લેક કોટ પહેર્યો હતો

Written by shivani chauhan
March 08, 2025 14:56 IST
IIFA એવોર્ડ્સ જયપુરમાં આજથી શરૂ, બોલિવૂડ સેલેબ્સ જયપુર જવા રવાના
IIFA એવોર્ડ્સ જયપુરમાં આજથી શરૂ, બોલિવૂડ સેલેબ્સ જયપુર જવા રવાના

આ વખતે આઈફા એવોર્ડ્સ એવોર્ડ્સ (25th IIFA Awards) ભારતમાં આયોજિત થવા જઈ રહ્યો છે. IIFA 8 અને 9 માર્ચે રાજસ્થાનના પિંક સિટી જયપુરમાં શરૂ થઈ રહ્યો છે. એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે બી-ટાઉન સ્ટાર્સ જયપુર શહેર પહોંચી રહ્યા છે. શનિવારે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા કપૂર સાથે IIFA માટે રવાના થયા. જ્યારે કરીના કપૂર તેના બંને પુત્રો સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

કૃતિ સેનન પણ આઈફા એવોર્ડ્સ નાઇટ માટે રવાના

કૃતિ સેનન પણ એરપોર્ટ પર આઈફા એવોર્ડ્સ નાઇટ માટે રવાના થતી જોવા મળી હતી, એકટ્રેસએ વાઈટ ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પર ઓવર સાઈઝ બ્લેક કોટ પહેર્યો હતો આ લુક તેણે બ્લેક ગોગલ્સ સાથે કંપ્લીટ કર્યો હતો, એકટ્રેસ ઓપન હેરમાં જોવા મળી હતી જે સિમ્પલ પણ રોયલ વેસ્ટર્ન લુક હતો.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ | લાપતા લેડીઝથી મર્દાની સુધી, મહિલા સશક્તિકરણની દમદાર ફિલ્મો

કરીના કપૂર જયપુર જવા રવાના (Kareena Kapoor leaves for Jaipur)

કરીના કપૂર પણ તેના બે પુત્રો જેહ અને તૈમૂર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રીનો દેખાવ એકદમ અનોખો જોવા મળ્યો. કરીના કપૂરે અખબાર થીમ આધારિત કો-ઓર્ડર સેટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.

શનિવારે કાર્તિક આર્યન એરપોર્ટ પર જોવા મળ્યો હતો. એક્ટર બ્લેક કલરના હૂડી અને ડેનિમ લુક પસંદ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ તેમની સાથે જોવા મળ્યા હતા. બંને IIFA હોસ્ટ કરતા જોવા મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ