AR Rahman Birthday 2023: ઓસ્કાર વિજેતા એ.આર.રહેમાન (AR Rahman) આજે એટલે કે 6 જાન્યુઆરીએ તેમનો 56મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. દિલીપ ચંદ્રશેખર ઉર્ફે એ.આર.રહેમાનનો જન્મ 6 જાન્યુઆરી, 1966ના રોજ ચેન્નાઈમાં એક મધ્યમવર્ગીય હિંદુ પરિવારમાં થયો હતો. દિલીપના પિતા આર.કે.શેખર સાઉથ ઇન્ડસ્ટ્રી (મલયાલમ ફિલ્મો)માં મ્યુઝિક એરેન્જર તરીકે કાર્યરત હતા. તે મ્યુઝિક ઇકવિપમેન્ટ પણ પૂરા પાડતા હતા, એટલે કે તમામ પ્રકારના મ્યુઝિક ઇક્વિપમેન્ટ તેના ઘરમાં હાજર હતા. આ રીતે રહેમાનને સંગીત વારસામાં મળ્યું.
એ.આર.રહેમાન સંગીત ક્ષેત્રમાં વ્યાપક યોગદાન આપ્યું છે. તેમણે આ ક્ષેત્રે ખુબ નામના મેળવી છે. એવા મહાન સંગીતકાર એઆર રહેમાનના જીવનના ખાસ કિસ્સાઓ અંગે વાત કરીએ…
સૌપ્રથમ તેનું નામ કંઇ રીતે બદલાયું તે વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એ.આર રહેમાનને તેના સાચા નામથી ખૂબ જ નફરત હતી. બાળપણથી જ તેને આ નામ વિચિત્ર લાગ્યું. તેને લાગ્યું કે તેનું નામ બરાબર નથી, તેના મનના કોઈક ખૂણે રહેમાન નામ વારંવાર ઝબકતું રહેતું હતું, તેથી તેણે પોતાનું નામ રહેમાન રાખ્યું.
એઆર રહેમાન શું કામ ઇસ્લામ ધર્મ કબૂલ્યો?
એ.આર.રહેમાનની બહેનને અજાણી ગંભીર બીમારી થઇ હતી. ડોક્ટરોએ પણ દરેક ઉપાય અજમાવ્યા હતા. આ દરમિયાન દિલીપ શેખરની માતા એક મુસ્લિમ ફકીરના સંપર્કમાં આવી હતી, રહેમાનની બહેન ફકીરની દુઆથી સ્વસ્થ થઈ ગઈ હતી, ત્યારબાદ રહેમાનની ફકીર, દરગાહ અને ઈસ્લામમાં શ્રદ્ધા વધી ગઈ હતી. જેને પગલે રહેમાને મનોમન નક્કી કરી લીઘું હતું કે, તે અલ્લાહની જ ઇબાદત કરશે, ત્યાર બાદ તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો.
ધ ઇન્ડિયન એક્પ્રેસે 56માં જન્મદિવસ નિમિતે સીતા રામમ અને જીલ જંગ જેવા શાનદાર આલબ્મ આપનાર સંગીતકાર વિશાલ ચંદ્રશેખર સાથે ખાસ વાત ચીત કરી હતી. આ દરમિયાન ઘણી રોમાંચિત વાતો જાણવા મળી હતી. જેમાંથી એક કિસ્સો એ.આર.રહેમાન જ્યારે KM કન્ઝર્વેટરીના વિધાર્થી હતા તેનો છે.
વિશાલ એ.આર.રહેમાન પાસે તાલીમ લે તે પહેલાથી જ તેઓ ગીત કંપોઝ કરતા હતા, પરંતુ તેણે સંગીતક્ષેત્રે વધુ જ્ઞાન મેળવવા માટે 1 વર્ષનો કોર્ષ કરવાનું નક્કી કર્યું હતું. વિશાલ ચંદ્રશેખરે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એ.આર.રહેમાન તેમના પ્રિંસિપલ હતા. તેમણે સંગીત સિદ્ધાંત અને તે સંદર્ભે એક ઉત્તમ વાતાવરણ અને ફેકલ્ટી પ્રદાન કરી હતી. KM એક એવી જગ્યા છે જ્યાં તમે વિવિધ પ્રકારના ડિગ્રી ધરાવતા વિધાર્થીઓના સંપર્કમાં આવો છો. જો કે હું સંગીતની રચના કરતો હતો, એક વિદ્યાર્થી તરીકેના મારા કાર્યકાળે મને વધુ શુદ્ધ બનવામાં મદદ કરી.” આપને જણાવી દઇએ કે KMની સ્થાપના વર્ષ 2008માં થઇ હતી.
આ સાથે વિશાલે જણાવ્યું હતું કે, “તેમના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ બિંદુઓમાંથી એક તેને રહેમાન સામે તેની શોધ પ્રસ્તુત કર્યું તે છે. તેમજ એ.આર.રહેમાન એવો ઓર્કેસ્ટ્રાનું નિર્માણ કરી રહ્યા છે મૈસેડોનિન કે બુડાપેસ્ટ ઓર્કેસ્ટ્રાની જેમ આંતરરાષ્ટ્રીય લોકોને ટક્કર આપવામાં સક્ષમ હશે. મને બુડાપેસ્ટ અને ચેન્નઇમાં સીતા રામમ માટે રેકોર્ડિંગ કરવાનો અનુભવ છે”.