scorecardresearch

આમિર ખાનની પુત્રી ઇરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઇ કરી, જાણો કોણ છે આ વ્યક્તિ?

Ira Khan Engaged with Nupur Shikhare : બે વર્ષની લવસ્ટોરી બાદ ઇરા ખાને (Ira Khan) બોયફ્રેન્ટ નુપુર શિખરે (Nupur Shikhare)સાથે પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઇ કરી, આ કાર્યક્રમમાં સજીધજીને આવેલા મહેમાનો વચ્ચે આમિર ખાનનો (Aamir Khan) લુક જોઇ ચાહકો હેરાન…

આમિર ખાનની પુત્રી ઇરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઇ કરી, જાણો કોણ છે આ વ્યક્તિ?

બોલીવુડ એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી છે. ઈરાએ શુક્રવાર, 18 નવેમ્બર, 2022ના રોજ તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બોયફ્રેન્ટ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી. ઇરા ખાના ચાહકો તરફથી તેને ઘણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ઇરા ખાનની સગાઈની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

સગાઈ દરમિયાન ઈરા ખાન લાલ રંગના ગાઉનમાં જોવા મળી હતી, તો ભાવિ પાર્ટનર નુપુર શિખરે બ્લેક ટક્સીડોમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે આમિર ખાન દિકરીની સગાઈમાં સફેદ કુર્તામાં જોવા મળી રહ્યો છે. તેનો લુક સાવ બદલાઈ ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે.

સગાઈમાં કોણ કોણ આવ્યું

આ ખાસ અવસર પર ઇરા ખાનનો આખો પરિવાર પણ હાજર રહ્યો હતો. પિતા આમિર ખાન, માતા રીના દત્તા, દાદી, ભાઈ અને કાકી ઉપરાંત કિરણ રાવ અને તેનો પુત્ર આઝાદ પણ ઇરા અને નૂપુરને શુભેચ્છા આપવા માટે આ ખાસ હાજર રહ્યા હતા. આ સગાઇમાં બધા જ લોકો સજી-ધજીને આવ્યા હતા પરંતુ આમિર ખાનના લુકે બધાને ચોંકાવી દીધા હતા. સફેદ કલરના ઝબ્બા કુર્તામાં આવેલા આમિર ખાનની સફેદ દાઢી અને વાળ જોઈને બધા દંગ રહી ગયા. તેમના ચહેરા પર ઉંમરની રેખાઓ સ્પષ્ટ દેખાઇ રહી હતી.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

ઓફ શોલ્ડર રેડ ગાઉનમાં બહુ જ સુંદર લાગી ઇરા ખાન

ઇરા ખાન અને નુપુર શિખરની સગાઇની તસ્વરો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઇ રહી છે. સગાઇમાં ઇરા ખાને ઓફ શોલ્ડર શેપનો રેડ કલરનો ગાઉન પહેર્યો હતો, જેમાં તે ખુબ જ સુંદર દેખાઇ રહી હતી. તો ટક્સીડો પહેરેલો નૂપુર શિખરે પણ હેન્ડસમ હંક જેવો દેખાઇ રહ્યો હતો.

લોકડાઉનમાં શરૂ થઇ લવસ્ટોરી

ઇરા અને નુપુરની લવ સ્ટોરી બે વર્ષ પહેલા લોકડાઉન દરમિયાન શરૂ થઈ હતી. આમિર ખાનના ફિટનેસ ટ્રેનર રહેલા નૂપુરની ઇરા ખાન સાથે નિકટતા લોકડાઉન દરમિયાન જ વધી હતી. બહુ ઓછા સમયમાં બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો અને સંગાઇ કરી અને હવે આ બંને ક્યારે લગ્નના બંધનમાં બંધાશે તેની રાહ જોવાઇ રહી છે.

નુપુર શિખર કોણ છે?

નુપુર શિખરે એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે જે કેલિસ્થેનિક્સ અને મૂવમેન્ટ્સમાં એક્સપર્ટ્સ છે. તેઓ 2008થી ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને ટ્રેઇન કર્યા બાદ વધારે જાણીતા થયા છે. 2020માં જ્યારે આમીર ખાનની દિકરી ઇરા ખાન સાથે ડેટ કરવાનું શરૂ કર્યુ ત્યારે તે વધારે લાઇમ લાઇટમાં આવ્યો.

View this post on Instagram

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)

  • નુપુર શિખરે એક સારો ટેનિસ ખેલાડી છે અને તેણે માર્શલ આર્ટની તાલીમ પણ મેળવી છે
  • શરૂઆતમાં તેને ફિલ્મ પ્રોડકશનમાં રસ હતો અને આ સપનું પુરું કરવા માટે 2004માં પુણેથી મુંબઈ આવ્યો હતો.
  • તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને 2008માં સુષ્મિતા સેન દ્વારા પર્સનલ ટ્રેનર તરીકે હાયર કરવામાં આવ્યો.
  • તેણે આમિર ખાન અને કિરણ રાવ સહિત ઘણી લોકપ્રિય સેલેબ્રિટીઓ માટે ફિટનેસ ટ્રેનર તરીકે કામ કર્યું છે.
  • તેણે આયર્નમેન કોપનહેગન 2017 અને 2019માં કેન્થોન સહિત વિવિધ એન્ડ્યુરેન્સ ઇવેન્ટમાં ભાગ લીધો છે.
  • 2017માં, નુપુરે સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ શો અલ્ટીમેટ બીસ્ટમાસ્ટરઃ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. જોકે, તે સ્પર્ધામાં વધુ આગળ વધી શક્યો નહોતો.

Web Title: Aamir khan daughter ira khan gets engaged to boyfriend nupur shikhare celebrity news