વિક્રાંત મેસી શનાયા કપૂર અભિનીત મુવી આંખો કી ગુસ્તાખિયાં પોસ્ટર રિલીઝ,જુઓ

Aankho Ki Gustakhiyaan Poster Release | આંખો કી ગુસ્તાખિયાં (Aankho Ki Gustakhiyaan) મુવીનું તાજેતરમાં પહેલું પોસ્ટર રિલીઝ છે જેમાં વિક્રાંત અને શનાયા મેળામાં એકબીજા સાથે પ્રેમથી સુંદર પળો વિતાવતા જોવા મળે છે. પોસ્ટર સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ફિલ્મ ખૂબ જ મીઠી અને દિલ જીતી લે એવી સ્ટોરી હશે.

Written by shivani chauhan
June 04, 2025 14:43 IST
વિક્રાંત મેસી શનાયા કપૂર અભિનીત મુવી આંખો કી ગુસ્તાખિયાં પોસ્ટર રિલીઝ,જુઓ
વિક્રાંત મેસી શનાયા કપૂર અભિનીત મુવી આંખો કી ગુસ્તાખિયાં પોસ્ટર રિલીઝ,જુઓ

આંખો કી ગુસ્તાખિયાં પોસ્ટર રિલીઝ (Aankho Ki Gustakhiyaan Poster Release) | અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey) અને શનાયા કપૂર (Shanaya Kapoor) ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ (Aankho Ki Gustakhiyaan) દ્વારા દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. આ એક સંગીતમય પ્રેમકથા છે જે ચોક્કસપણે દર્શકોના દિલને સ્પર્શી જશે. તમને જણાવી દઈએ કે માનસી બાગલા દ્વારા લખાયેલી આ ફિલ્મથી શનાયા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું હતું. અહીં જુઓ

આંખો કી ગુસ્તાખિયાં (Aankho Ki Gustakhiyaan) મુવીનું તાજેતરમાં પહેલું પોસ્ટર રિલીઝ છે જેમાં વિક્રાંત અને શનાયા મેળામાં એકબીજા સાથે પ્રેમથી સુંદર પળો વિતાવતા જોવા મળે છે. પોસ્ટર સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ફિલ્મ ખૂબ જ મીઠી અને દિલ જીતી લે એવી સ્ટોરી હશે.

શનાયા કપૂર ડેબ્યુ મુવી (Shanaya Kapoor Debut Movie)

શનાયા કપૂર આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. તેની જોડી વિક્રાંત મેસી સાથે છે, જે તેની સાદગી અને ઉત્તમ અભિનય માટે જાણીતા છે. આ જોડી સ્ક્રીન પર ખૂબ જ તાજી અને રસપ્રદ લાગે છે. પોસ્ટરમાં જોવા મળેલી ઝલકથી દર્શકોમાં ઉત્સુકતા વધી ગઈ છે કે આ જોડી સ્ક્રીન પર કેવી જોડી બનાવશે.

આંખો કી ગુસ્તાખિયાં પોસ્ટર રિલીઝ (Aankho Ki Gustakhiyaan Poster Release)

આ ફિલ્મમાં ફક્ત સંગીતમય રોમાંસ જ નથી, પરંતુ તેમાં વિશાલ મિશ્રા દ્વારા રચિત હૃદયસ્પર્શી સંગીત પણ છે. તેના ગીતો તમને પ્રેમમાં વિશ્વાસ કરાવશે અને લાંબા સમય સુધી યાદ રહેશે. વિશાલ મિશ્રાના સંગીતથી શણગારેલી આ ફિલ્મ માત્ર એક લવસ્ટોરી નથી, પરંતુ એક સુંદર અનુભૂતિ છે.

આંખો કી ગુસ્તાખિયાં રિલીઝ ડેટ (Aankhon Ki Gustakhiyaan Release Date)

ઝી સ્ટુડિયો અને મીની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મ માનસી બાગલા અને વરુણ બાગલા દ્વારા નિર્મિત છે. તેનું દિગ્દર્શન સંતોષ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને વાર્તા માનસી બાગલા દ્વારા લખવામાં આવી છે. ‘આંખો કી ગુસ્તાખિયાં’ 11 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ