સુષ્મિતા સેન હાર્ટ સર્જરીમાંથી સાજા થયાના એક મહિના પછી કામ પર પરત ફરી છે. અભિનેત્રી તેની આગામી શ્રેણી ‘આર્યા સિઝન 3’ ના સેટ પર ખૂબ જ ફિટ લુકમાં જોવા મળી હતી. સુષ્મિતાએ હવે આ મોસ્ટ અવેટેડ સિરીઝનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાર્ટ સર્જરી કરાવ્યા બાદ સુષ્મિતા સેન હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે અને તેણે પોતાની ફિલ્મોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ત્યારે સુષ્મિતા સેન આર્યા સિઝન માટે ઇન્ડિયન માર્શલ આર્ટ ફોર્મ કલરીપયટ્ટૂ શીખી રહી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
અભિનેત્રી સુષ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કલરીપયટ્ટૂની તાલીમ લેતી હોય તેવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ટ્રેનર સુનીલ સાથે કાલરિપયટ્ટુની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. અભિનેત્રી આ વીડિયો શેર કરીને કેપ્શનમાં આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે, તમે અદ્ભૂત છો સર. #sunil@cvn_kalkari. તમને અને કલારીપયટ્ટુની કળાને ખૂબ પ્રેમ અને આદર. અહીંયા અમે આર્યા 3 માટે તૈયારી કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન ગયા મહિને ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ખુલાસો કર્યો હતો કે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ઈમરજન્સીમાં તેની એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તેની મુખ્ય ધમની 95 ટકા બ્લોક હતી. આ પછી, તે સતત તેના ફેન્સ સાથે તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ શેર કરે છે.
આ પણ વાંચો: The kerala Story Movie Review: ફિલ્મને ખરાબ રીતે બાનાવાય, કારણ વિના વિવાદ ઉભો કર્યો છે
સુષ્મિતાએ તાજેતરમાં ‘તાલી’ માટે ડબિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મ ટ્રાન્સજેન્ડર શ્રી ગૌરી સાવંતના જીવન પર આધારિત છે. સુષ્મિતાએ ‘તાલી’માં શ્રી ગૌરી સાવંતની ભૂમિકા ભજવી છે.