scorecardresearch

Abhishek Bachchan Birthday: અભિષેક બચ્ચનએ એશ્વર્યા રાયને નકલી રિંગ પહેરાવી કરી હતી સગાઇ, અભિનેતા પર આ ગંભીર આરોપ

Abhishek Bachchan News: બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનના સુપુત્ર અભિષેક બચ્ચન આજે 5 ફેબ્રુઆરીના રોજ પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ તકે જાણો અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની દિલચસ્પ પ્રેમ કહાની…

અભિષેક બચ્ચન
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ ફિલ્મ ‘રેફ્યુજી’ દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. સ્ટાર કિડ હોવા છતાં, અભિષેક માટે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવું સરળ નહતુ. આ પછી એક અનેક ફિલ્મો ફ્લોપ થયા પછી પણ અભિષેક બચ્ચને હાર ન માની અને આગળ વધતો રહ્યો.

અભિષેક બચ્ચનની લવ-લાઈફની પણ ખૂબ ચર્ચા

આખરે અભિષેક પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો. ફિલ્મી કરિયરની સાથે અભિષેક બચ્ચનની લવ-લાઈફની પણ ખૂબ ચર્ચા થઈ હતી. જો કે અભિષેકનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું, પરંતુ વર્ષ 2007માં જુનિયર બચ્ચને કરોડો દિલો પર રાજ કરનારી અભિનેત્રી ઐશ્વર્યા રાયને પોતાની લાઈફ પાર્ટનર બનાવી બધાને ચકિત કરી દીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે અભિષેક બચ્ચને ઐશ્વર્યાને નકલી વીંટી પહેરાવીને પ્રપોઝ કર્યું હતું. આજે, અભિનેતાના જન્મદિવસ નિમિત્તે, અમેતેમની રોચક દિલચસ્પ લવ સ્ટોરી અંગે વાત કરીશું.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પહેલી મુલાકાત

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પહેલી મુલાકાત વર્ષ 1997માં સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી. અહીં ઐશ્વર્યા ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’નું શૂટિંગ કરી રહી હતી અને અહીં જ બંનેની પહેલી મુલાકાત થઇ હતી. આ પછી, વર્ષ 1999માં તેઓ ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમના ફોટોશૂટના સિલસિલામાં મળ્યા હતા. અભિષેકે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે બંને ફોટોશૂટ માટે મળ્યા હતા. પછી બંનેને સાથે રહેવું ગમવા લાગ્યું. ફિલ્મ રિલીઝ થયા બાદ તેમની મિત્રતા વધુ ગાઢ બની હતી. આ ફિલ્મ પછી વર્ષ 2003માં ‘કુછ ના કહો’માં પણ સ્ક્રીન શેર કરી હતી.

આ ફિલ્મોમાં બંનેએ સાથે જોવા મળ્યા

આ સમય સુધી બંને માત્ર સારા મિત્રો હતા. વર્ષ 2005માં, અભિષેક અને ઐશ્વર્યાએ ફરી ‘ફિલ્મ બંટી ઔર બબલી’માં સાથે કામ કર્યું, જોકે આ ફિલ્મમાં ઐશ માત્ર ‘કજરા રે ગીત’માં જ જોવા મળી હતી. પરંતુ આ ગીતના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આ પછી બંનેએ ‘ઉમરાવ જાન’, ‘ગુરુ’ અને ‘ધૂમ 2’ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ દરમિયાન બંનેને ઘણો સમય સાથે મળ્યો હતો અને બંને પ્રેમમાં પડ્યા હતા.

અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું

અભિષેક અને એશ્વર્યાની ફિલ્મ ‘ગુરુ’ 12 જાન્યુઆરી 2007ના રોજ રિલીઝ થઈ હતી પરંતુ તે પહેલા તેઓ ફિલ્મના પ્રીમિયર માટે ન્યૂયોર્કમાં ગયા હતા. આ દરમિયાન અભિષેકે ઐશ્વર્યા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અભિષેક ઐશ્વર્યાને તેની હોટલની બાલ્કનીમાં લઈ ગયો અને તેણે ઐશને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જોકે, અભિષેકને કામમાં વ્યસ્ત હોવાને કારણે વીંટી ખરીદવાનો સમય ન મળ્યો, તેથી તેણે ઐશ્વર્યાને કોઈ વીંટી સાથે નહીં પરંતુ ફિલ્મના શૂટિંગમાં ઉપયોગમાં લેવાતી નકલી વીંટી સાથે પ્રપોઝ કર્યું.

અભિષેક બચ્ચનનું નામ યુવતીઓ સાથે ચર્ચામાં

ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરતા પહેલા અભિષેક બચ્ચનનું નામ કરિશ્મા કપૂર સાથે જોડાયું હતું. અહેવાલો અનુસાર, બંનેએ સગાઈ પણ કરી લીધી હતી, પરંતુ કેટલાક કારણોસર તેમની સગાઈ તુટી ગઇ હતી. કરિશ્મા પહેલા અભિષેકનું નામ રાની મુખર્જી સાથે પણ ચર્ચામાં આવ્યુ હતું. અભિષેક બચ્ચન અને દિપનિતા શર્માએ એકબીજાને લગભગ 10 મહિના સુધી ડેટ કરી હોવાના સમાચાર છે. જાહ્ન્વી કપૂર નામની એક યુવતીએ અભિષેક બચ્ચન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં આ યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

Web Title: Abhishek bachchan birthday engaged to aishwarya rai wearing a fake ring web series

Best of Express