Legendary Actor Dharmendra Health Updates : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. 89 વર્ષીય ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને આ કારણે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ચાહકો સુધી તેઓ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન અભિનેતાની તબિયત સંબંધિત એક મોટું અપડેટ બહાર આવ્યું છે.
ધર્મેન્દ્ર હેલ્થ અપડેટ
ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમ તેમની હાલત પર નજર રાખી રહી છે. જોકે તેમની તબિયત અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર લોકો તેમના જલ્દી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો – અનન્યા પાંડે શિખર પહારિયા ફોટોઝ, જાન્હવી કપૂરએ આવી આપી પ્રતિક્રિયા!
હાલમાં જ તેમની ફિલ્મ ‘ઇક્કીસ’નું ટ્રેલર પણ રિલીઝ થયું છે, જેમાં તેમનું દમદાર પાત્ર જોવા મળ્યું હતું. ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી પોતાના ફાર્મહાઉસમાં જ રહેતા હતા.
સની દેઓલના મેનેજરે હેલ્થ અપડેટ આપી
સ્ક્રીનને આપેલા ઇન્ટરવ્યૂમાં સની દેઓલના નજીકના એક સૂત્રએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર હોવાની માહિતી ખોટી છે. અભિનેતા છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. સની દેઓલ આજે સવારે તેમની મુલાકાતે આવ્યા હતા. જો એવું હોત તો આખો પરિવાર હોસ્પિટલમાં હાજર હોત.





