Bollywood Actor Vikram Gokhale Death: હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણિતા દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું છે. વિક્રમ ગોખલે લાંબા સમયથી બીમાર હતા. 15 દિવસથી પુણેની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. તાજેતરમાં તેમના નિધનની અફવાઓ પણ ઉડી હતી જોકે, હવે તમણે 77 વર્ષની ઉંમરે દુનિયાને અલવીદા કહ્યું છે.
તેઓ 5 નવેમ્બરથી પુણેની પંડિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. તેમના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધનની અફવાઓ પણ ઉડી હતી, પરંતુ હવે તબીબોના તમામ પ્રયાસો છતાં પણ અભિનેતાને બચાવી શકાયા નથી.
77 વર્ષની વયે વિક્રમ ગોખલેએ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી. વિક્રમ ગોખલેના પાર્થિવ દેહને આજે સાંજે 4 કલાકે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અભિનેતાના મૃત્યુના સમાચારથી હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તે જ સમયે, તેના ચાહકો પણ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અભિનેતાની તબિયત શનિવારે અચાનક બગડી હતી, ત્યારબાદ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. જણાવવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોએ વિક્રમ ગોખલેને વેન્ટિલેટર પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સ્થિતિને જોતા તેમને વેન્ટિલેટર પર રાખવા યોગ્ય માનવામાં આવ્યા હતા.