Actress Death : હાલમાં અભિનેત્રી લુઆના એન્ડ્રેડનું દુ:ખદ અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. લુઆના માત્ર 29 વર્ષની હતી. લુઆના બ્રાઝિલની પ્રખ્યાત મોડલ અને અભિનેત્રી હતી. લુઆના બ્રાઝિલનું સર્જરી દરમિયાન અભિનેત્રીને અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હોવાનું કારણભૂત છે.
મળતી માહિતી અનુસાર, સાઓ પાઉલોની રહેવાસી લુઆના એન્ડ્રાડે લિપોસેક્શન સર્જરી કરાવી રહી હતી. લિપોસેક્શન એક કોસ્મેટિક સર્જરી છે. રિપોર્ટ્સ અનુસાર, લુઆના એન્ડ્રેડ સાન લુઇસ હોસ્પિટલમાં લિપોસક્શન સર્જરી કરાવી રહી હતી. આ કોસ્મેટિક સર્જરી દરમિયાન તેને હાર્ટ એટેક આવવા લાગ્યો, જેના કારણે સર્જરી અધવચ્ચે જ રોકી દેવામાં આવી. આ પછી વહેલી સવારે તેનું મૃત્યુ થયું. લુઆનાના નિધનને પગલે બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી નેમારે ઘણી જાણીતી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.
ડેઈલી મેલના અહેવાલ મુજબ, હોસ્પિટલે એક અહેવાલ જારી કર્યો છે જેમાં ઉલ્લેખ છે કે, સર્જરી બંધ કરવી પડી અને તપાસમાં મોટા પાયે પલ્મોનરી એમ્બોલિઝમનો ખુલાસો થયો. આ સિવાય એવું કહેવાય છે કે આ પછી લુઆનાને ICUમાં શિફ્ટ કરવામાં આવી હતી. આ સમયગાળામાં તેમને દવાની સાથે હેમોડાયનેમિક સારવાર આપવામાં આવી રહી હતી.
આ દરમિયાન સર્જને સર્જરી પહેલા કરવામાં આવેલી તપાસમાં લુઆનાની તબિયત સારી હોવાનો પણ દાવો કર્યો હતો. ઓપરેશન પહેલા દરેક પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી હતી. આ પછી પણ આ અકસ્માત થયો અને કમનસીબે તેને બચાવી શક્યા નહીં. સર્જને એ પણ જણાવ્યું કે, કોસ્મેટિક લિપોસક્શન સર્જરીમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે છે. ત્યારે ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ભૂતકાળમાં પણ ઘણી કોસ્મેટિક સર્જરી કરાવી છે.





