લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ છોડી સંન્યાસી બની ગઇ દિગ્ગજ અભિનેત્રી, માંગી રહી છે ભિક્ષા

Actress Nupur Alankar - અભિનેત્રીના હાથમાં એક કટોરો છે અને તેમાં કેટલાક રૂપિયા મળ્યા છે. તેની સાથે ખાવાની વસ્તુ પણ મળી છે

Written by Ashish Goyal
Updated : October 04, 2022 19:39 IST
લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ છોડી સંન્યાસી બની ગઇ દિગ્ગજ અભિનેત્રી, માંગી રહી છે ભિક્ષા
અભિનેત્રી નુપૂર અલંકાર ઘણી ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે

ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી નુપૂર અલંકારે (Nupur Alankar)અચાનક ગ્લેમર ભરેલી લાઇફસ્ટાઇલ છોડીને આધ્યાત્મનો માર્ગ પસંદ કરી લીધો છે. અભિનેત્રીએ 27 વર્ષ શોબિઝ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહ્યા પછી પોતાના ગુરુ શંભૂ શરણ ઝા ના માર્ગદર્શનમાં પુરી રીતે સંન્યાસી જીવન અપનાવી લીધું છે. નુપૂર છેલ્લા ત્રણ દાયકાથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હતી.

તેણે પોતાની કારકિર્દીમાં ઘણા ટીવી શો માં કામ કર્યું છે. અભિનેત્રી સંન્યાસી જીવન પસાર કરવા માટે ભિક્ષા માંગીને પોતાનું જીવન પસાર કરી રહી છે. તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ભિક્ષા માંગતી જોવા મળી રહી છે.

ભિક્ષા માંગી રહી છે નુપૂર અલંકાર

અભિનેત્રી નુપૂર અલંકારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રસ્તા પર લોકો પાસેથી ભિક્ષા માંગતી જોવા મળે છે. આ વીડિયોમાં તે જણાવી રહી છે કે એક સંન્સાયી માટે ભિક્ષાનું શું મહત્વ છે. તે જણાવે છે કે આજે તેણે 11 લોકો પાસેથી ભિક્ષા માંગી છે. અત્યાર સુધી 6 લોકો પાસેથી ભિક્ષા મળી છે.

https://www.instagram.com/p/CjRuXaPpkmu/?utm_source=ig_embed&ig_rid=91b66da3-f9c2-4e11-acb2-38bd93007c70

આ પણ વાંચો – અક્ષય કુમારની આ અભિનેત્રીનો સિનેમાથી થઈ ગયો મોહભંગ, બની ગઈ બૌદ્ધ સાધુ

અભિનેત્રી પોતાના વીડિયોમાં જણાવે છે કે સંન્યાસમાં ભિક્ષાનો મતલબ ભીખ માંગવાનો હોય છે. દિવસની પ્રથમ ખાંડ વગરની ચા તેને એક સંન્યાસીએ આપી હતી. તમે જોઈ શકો છો કે તેના હાથમાં એક કટોરો છે અને તેમાં કેટલાક રૂપિયા મળ્યા છે. તેની સાથે ખાવાની વસ્તુ પણ નુપૂરને મળી છે.

આ સિરિયલમાં કરી ચુકી છે કામ

અભિનેત્રી નુપૂર અલંકાર ઘણી ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. નુપૂર શક્તિમાન, દિયા ઔર બાતી હમ, ઘર કી લક્ષ્મી બેટીયાં સહિત ઘણી સિરિયલોમાં કામ કરી ચુકી છે. નુપૂરે સિંટામાં એક સમર્પિત સદસ્યના રૂપમાં કામ કર્યું છે અને સ્વાસ્થ્ય વર્કશોપનું આયોજન પણ કર્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે પરિવારની મંજૂરીથી અભિનેત્રીએ ફેબ્રુઆરીમાં સંન્યાસ લીધો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ