Tunisha Sharma Suicide Case: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ટીવી સિરિયલ શોના સેટ પર આત્મહત્યા કરી લીધી. તુનીશાએ અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમની ભૂમિકા ભજવી હતી. અહેવાલો અનુસાર, અભિનેત્રીએ શનિવારે (24 ડિસેમ્બર) ના રોજ તેના ટીવી શોના સેટ પર 20 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. તેની લાશ મેકઅપ રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.
તમને જણાવી દઈએ કે, તુનિષા શર્માએ ખૂબ જ નાની ઉંમરમાં એક્ટિંગ કરિયરમાં પોતાની ઓળખ બનાવી હતી. તેણે ઘણી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું. તેના અચાનક આત્મહત્યાના સમાચારથી તેના ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, 6 કલાક પહેલા તુનિષાએ મેક-અપ રૂમમાં જ પોતાના જીવનનો અંત આણી લીધો હતો. તો, તુનિષા શર્માના નિધન પર, તેના ચાહકો અભિનેત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ટિપ્પણીઓ દ્વારા શોક વ્યક્ત કરી રહ્યા છે.
અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમનું પાત્ર ભજવનાર અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યા અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ લખ્યું છે કે, અભિનેત્રીએ મેક-અપ રૂમમાં સીલિંગ ફેનથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ તુનિષા શર્મા એક્ટર શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. જો કે તેની આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, તુનિષા શર્મા પણ કેટરિના કૈફ-વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓની ફિલ્મોમાં જોવા મળી હતી. આટલી નાની ઉંમરમાં તેમનું આ દુનિયામાંથી વિદાય બોલિવૂડ જગત માટે આઘાત સમાન છે.
તુનિષા શર્માએ ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ સાથે પણ કામ કર્યું હતું. તેણે ફિતુર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં કેટરિના કૈફની નાની બહેનની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તુનિષાએ વિદ્યા બાલનની ફિલ્મ કહાની-2માં પણ કામ કર્યું હતું.
આ પણ વાંચો – 2022 ની આ 5 શ્રેષ્ઠ હિન્દી ફિલ્મો: તમે કદાચ જોવાની ચૂકી ગયા હશો,જે તમારો વિકેન્ડ બનાવશે શાનદાર
તુનિષા શર્માએ આ ટીવી શોમાં કામ કર્યું હતું
તુનીશાએ ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબઃ મહારાજા રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં પણ કામ કર્યું હતું.