Adipurush New Trailer: આદિપુરુષનું વધુ એક ટ્રેલર રીલીઝ, રાઘવ સૈફ અલી ખાનના લંકેશને આપે છે ટક્કર, પરંતુ VFX શું છે “લોચો”, જુઓ ટ્રેલર

Adipurush New Trailer: ગઇકાલે 6 મેના રોજ દર્શકો માટે 'આદિપુરૂષ'નું ફાઇનલ ટ્રેલર (Adipurush Final Trailer) રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Written by mansi bhuva
Updated : July 06, 2023 11:47 IST
Adipurush New Trailer: આદિપુરુષનું વધુ એક ટ્રેલર રીલીઝ, રાઘવ સૈફ અલી ખાનના લંકેશને આપે છે ટક્કર, પરંતુ VFX શું છે “લોચો”, જુઓ ટ્રેલર
આદિપુરૂષ'ના નિર્માતાઓને વધુ એક મોટો ઝટકો

Adipurush New Trailer: પ્રભાસ, ક્રિતિ સેનન અને સેફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરૂષ’ની આતુરતાથી દર્શકો રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં ફિલ્મ રિલીઝના 10 દિવસ પહેલાં નિર્માતાઓએ મોટી ભેટ આપી છે. ગઇકાલે 6 મેના રોજ દર્શકો માટે ફાઇનલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં જોરદાર એક્શન સીન જોવા મળી રહ્યો છે.

હવે ‘આદિપુરૂષ’ના ફાઇનલ ટ્રેલરની વાત કરીએ તો તે ફિલ્મના પહેલા ટીઝરની જેમ સબ-સ્ટાન્ડર્ડ નથી, જેના લીધે તેની રિલીઝમાં એક મહિનાનો વિલંબ થયો છે. ટ્રેલરની શરૂઆતની- લંકેશ દ્વારા જાનકીનું અપહરણ – કેટલાક વિસ્તૃત CGI કાર્ય છે. જો કે, આવી ગુણવત્તા અસંગત છે. કેટલાક દ્રશ્યો હજુ પણ કાર્ટૂનિશ રચનાને જાળવી રાખે છે જે પ્રથમ ટીઝરમાં જોવામાં આવ્યું હતું – ખાસ કરીને વાનરો અને લડાઈના દ્રશ્યો. જો કે પ્રભાસના ચાહકો માટે આ ચિંતાનો વિષય નથી કારણ કે ટ્રેલરે મિનિટોમાં 350 હજાર વ્યુઝને પાર કરી લીધું છે.

એવું લાગે છે કે, આદિપુરીષના ટીઝર પછી મળેલી પ્રતિક્રિયાએ ફિલ્મના નિર્માતાઓને તેના માર્કેટિંગ માટે વધુ સક્રિય બનાવી દીધા છે. જો કે ટીઝરમાં તો ખરાબ VFX બતાવવામાં આવ્યાં હતા. જેને પગલે નિર્માતાઓએ તેના પર કામ કરી ફિલ્મનું પ્રથમ ટ્રેલર જોરદાર VFX સાથે રિલીઝ કર્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, આદિપુરૂષના મેકર્સે નક્કી કર્યું છે કે ફિલ્મની રિલીઝ બાદ દરેક થિએટરમાં એક સીટ માત્ર હનુમાન જી માટે રિઝર્વ રાખવામાં આવશે, આ ટિકિટ વેચવામાં આવશે નહીં. તેનું કારણ છે કે માન્યતા પ્રમાણે જ્યાં શ્રીરામનો ઉલ્લેખ થશે ત્યાં જરૂર હનુમાનજી હોય છે, જેથી આ ફિલ્મ દરમિયાન એક સીટને રિઝર્વ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Swara Bhasker Pregnant : સ્વરા ભાસ્કરે એ આપ્યા ગુડ ન્યુઝ, ત્રણ મહિના પહેલા જ ફહદ અહમદ સાથે લગ્ન કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, આદિપુરૂષ 500 કરોડના બજેટમાં બની છે અને મોટા ભાગનો ખર્ચ ફિલ્મના ગ્રાફિક્સમાં થયો છે, જેને ભવ્ય અને રીયલ દેખાડવા માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા છે. તો ટ્રેલરથી આ મહેનત સ્પષ્ટ જોવા મળી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત છે, જેમમે આ પહેલા તાન્હાજી જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. આદિપુરૂષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ