Adipurush Prabhas kriti video : આદિપુરુષ પ્રભાષ જાહેરમાં “સીતા” ક્રિતિ સેનનના કમર પર હાથ મુકવા ગયો ને.. પછી શું થયું જુઓ વીડિયો

Adipurush prabhas kriti video: પ્રભાસ અને ક્રિતિ સેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પ્રભાસે ફેન્સનું દિલ જીતી લીધું છે.

Written by mansi bhuva
Updated : July 06, 2023 12:08 IST
Adipurush Prabhas kriti video : આદિપુરુષ પ્રભાષ જાહેરમાં “સીતા” ક્રિતિ સેનનના કમર પર હાથ મુકવા ગયો ને.. પછી શું થયું જુઓ વીડિયો
સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન ફાઇલ તસવીર

Adipurush Pre Release Event: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન તેની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરૂષ’ને કારણે સતત ચર્ચામાં છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેવામાં 6 મેના રોજ ‘આદિપુરૂષ’નું ફાઇનલ અને એક્શનથી ભરપૂર ટ્રેલર એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ તિરૂપતિ મંદિર ખાતે રાખવામાં આવી હતી. આ ઇવેન્ટ પાછળ ક્રિતિ સેનનની ફી જેટલો એટલે કે આશરે ત્રણ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે પ્રભાસ અને ક્રિતિ સેનનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં પ્રભાસનો એકદમ જેન્ટલમેન વ્યવહાર જોવા મળી રહ્યો છે. તેમજ વીડિયોમાં જોઇ શકાય છે કે પ્રભાસ અને ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત ચિયર અને ફોટો ક્લિક કરાવી રહ્યા છે. ત્યારે અચાનક પ્રભાસને ક્રિતિ સેનની યાદ આવે છે અને તે તેને બોલાવી ફોટો ક્લિક કરે છે. હવે રસપ્રદ વાત એ છે કે, ફોટા માટે પ્રભાસ ક્રિતિ સેનનની કમર પર હાથ રાખવા જાય છે પણ તે તેનો હાથ હટાવી લે છે.

પ્રભાસના આ નમ્ર વ્યવહારને પગલે ફેન્સ તેની જોરશોરથી પ્રશંસા કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘આદિપુરૂષ’માં સાથે કામ કરતાં-કરતાં અભિનેત્રી ક્રિતિ સેનન પણ પ્રભાસના આ નેચરથી ખુબ પ્રભાવિત થઇ ગઇ છે. આ સિવાય ઇવેન્ટમાં ક્રિતિ સેનનને પ્રભાસના ભરપૂર વખાણ કરતાં કહ્યું કે, રામનું કેરેક્ટર પ્રભાસ કરતાં સારુ કોઇ કરી શકે એમ નહતું. તેણે કેરેક્ટરને જીવંત બનાવવા માટે સખત મહેનત કરી છે. પ્રભાસના વ્યક્તિત્વને લઇને ક્રિતિએ કહ્યું, આ ખોટી ધારણા છે કે પ્રભાસ ઓછુ બોલે છે, તે સેટ પર ઘણી વાતો કરતાં હતા. તે સ્વીટ અને હાર્ડ વર્કિંગ છે. સાથે જ તે ખાવાનો ખૂબ જ શોખીન છે. પ્રભાસના લગ્ન સાથે ઇવેન્ટમાં ક્રિતિ અને પ્રભાસનું હગ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલુ છે.

આ પણ વાંચો: Prabhas Wedding: આદિપુરૂષ સ્ટાર પ્રભાસ લગ્ન કરવા જઇ રહ્યો છે? એક્ટરનો જવાબ સાંભળીને ચાહકો પડ્યા વિચારમાં

મહત્વનું છે કે, ફિલ્મનું બજેટ 700 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. પિલ્મના રાઇટ્સ પહેલા જ 400 કરોડથી વધુમાં વેચાઇ ચુક્યા છે. ફિલ્મના સોન્ગ પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ