Border 2 Shoot Wrap up video | અહાન શેટ્ટી (Ahan Shetty) સુનિલ શેટ્ટીનો દીકરો છે. અહાન શેટ્ટી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ જેની દર્શકો ઘણા સમયથી રાહત જોઈ રહ્યા છે તે ફિલ્મ બોર્ડર 2 (Border 2) માટે સતત ચર્ચામાં છે. તાજતેરમાંઅહાને સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘બોર્ડર 2’ ના સેટ પરથી એક ખાસ વીડિયો શેર કર્યો છે. અહીં જુઓ
સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ શેર કરેલ આ વીડિયોમાં વરુણ ધવન અને અન્ય ક્રૂ મેમ્બર્સ તેની સાથે જોવા મળી રહ્યા છે. સેલેબ્સથી લઈને ચાહકો સુધી, દરેક વ્યક્તિ અહાનના આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. જુઓ અહીં
અહાન શેટ્ટી બોર્ડર 2 શૂટિંગ એન્ડ (Ahan Shetty Border 2 Shooting End)
અહાન શેટ્ટીએ આજે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘બોર્ડર 2’ ના સેટ પરથી અમૃતસર શેડ્યૂલ કંપ્લીટ થવાનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ અદ્ભુત વીડિયો સાથે, અહાને કેપ્શનમાં લખ્યું છે, ‘અમૃતસરમાં મારું કામ અને વરુણ ધવન (વીડી) સાથે શૂટિંગનો છેલ્લો દિવસ પૂરો થયો છે. આ અનુભવને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. તે ફક્ત કામ જ નહોતું, પરંતુ એક એવી સફર હતી જેમાં મેં ઘણું શીખ્યું અને યાદો બનાવી, જે હંમેશા માટે મને યાદ રહેશે.
અહાન શેટ્ટીએ કેમ વરુણ ધવનના વખાણ કર્યા?
વરુણ ધવનની પ્રશંસા કરતા અહાને આગળ લખ્યું, ‘સેટ પર પહેલા દિવસથી જ, વીડીએ મને ઘર જેવું અનુભવ કરાવ્યો છે. કોઈ ઘમંડ નહીં, કોઈ ઢોંગ નહીં, ફક્ત હૂંફ. તેમણે મને માર્ગદર્શન આપ્યું, મારુ ધ્યાન રાખ્યું અને મોટા ભાઈની જેમ મને ટેકો આપ્યો. ફક્ત એક સાચો અને ઉદાર વ્યક્તિ જ આ કરી શકે છે અને તે ખરેખર છે. તે એક મોટો સ્ટાર છે, પરંતુ તેની ખાસિયત તેની દયા, નમ્રતા અને મોટું હૃદય છે. મેં તેની પાસેથી ઘણું શીખ્યું, ખાસ કરીને તે લોકો સાથે કેવી રીતે વર્તે છે. આ અનુભવે મને બદલી નાખ્યો અને ઘણો શ્રેય તેને જાય છે. આભાર પૂરતો નથી.’
બોર્ડર 2 મુવી (Border 2 Movie)
અહાન શેટ્ટીએ ‘બોર્ડર 2’ ના આગામી શેડ્યૂલ વિશે લખ્યું, “હવે આગામી શેડ્યૂલ શરૂ થવાનું છે, જે તેનાથી પણ મોટું છે. ‘બોર્ડર 2’ 23 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થશે.” ‘બોર્ડર 2’નું નિર્દેશન અનુરાગ સિંહ કરી રહ્યા છે.
બોર્ડર 2 મુવી કાસ્ટ (Border 2 Movie Cast)
બોર્ડર 2માં ભારતીય સેનાની સ્ટોરી બતાવવામાં આવશે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા છે. આ ફિલ્મમાં અહાન શેટ્ટી ઉપરાંત, સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.