બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ગઇકાલે 11 ઓક્ટોબરે પોતાનો 81મો બર્થડે ઉજવ્યો. આ ખાસ અવસર પર બિગ બીની પૌત્રી નવ્યા નવેલી નંદાએ તેમના બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી, જયા બચ્ચન અને અગસ્ત્ય જોવા મળે છે. પરંતુ ઐશ્વર્યા ગાયબ છે. આ પછી ઐશ્વર્યા રાય બચ્ચને તેમાંથી એક ફોટો ક્રોપ કરીને તેના સસરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અહીંયા ખાસ વાત એ છે કે, ઐશ્વર્યાએ આરાઘ્યા અને અમિતાભ બચ્ચન સિવાય બધાને ક્રોપ કરી તસવીર શેર કરી હતી. જે બાદ યૂઝર્સમાં ભારે કૂતુહલ જોવા મળ્યું છે. વિવિધ અટકળો તેજ થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય ઉપરાંત નવ્યા નવેલી પણ પેરિસ ફેશન વીક 2023માં પહોંચી હતી. જ્યાં નવ્યા નવેલીને સપોર્ટ કરવા માટે તેની માતા શ્વેતા અને દાદી જયા બચ્ચન ત્યાં હાજર હતા. નવ્યાએ આ ઇવેન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં શ્વેતા અને જયા હતા, પરંતુ ઐશ્વર્યા રાય જોવા મળી ન હતી.આવી સ્થિતિમાં યુઝર્સે કોમેન્ટ કરી છે કે, ઐશ્વર્યાએ નવ્યા પાસે બદલો લીધો છે. જ્યારે કેટલાક યૂઝર્સે એવી કોમેન્ટ કરી હતી કે, ઐશ્વર્યાએ પિક્ચર ક્રોપ કરીને બરાબર કર્યું.
સ્ટારનામા નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્રારા એવી ટિપ્પણી કરવામાં આવી કે ,”તમે અન્ય બાળકો નવ્યા અને અગસ્ત્યને કેમ કાપ્યા, જ્યારે આ ફોટો ઇન્ટરનેટ પર પ્રાપ્ય છે. આ તદ્દન ખોટું છે. તો શ્રુતિ નામની યૂઝરે લખ્યું કે, “હું તમારો બહુ મોટો ફેન છું, પરંતુ તમે જયા બચ્ચનના જન્મદિવસ પર કંઈપણ અપડેટ કર્યું ન હતું.” બીજી તરફ ઘણા લોકોએ આ તસવીરની પ્રશંસા કરી છે અને બિગ બીને બર્થડેની શુભેચ્છા પાઠવી હતી.
બચ્ચન પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. પરંતુ પેરિસ ફેશન વીક પછી આ પરિવાર વિશે વિવિધ પ્રકારની ચર્ચાએ મનોરંજનનું બજાર ગરમ કર્યું છે. નવ્યાને સપોર્ટ કરવા પેરિસ પહોંચેલી જયા બચ્ચન અને શ્વેતાની તસવીરો પછી આ પરિવારમાં અણબનાવની અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચો : National Cinema Day 2023 : ભારતીય સિનેમાનો ઉદય, સુવર્ણ ઇતિહાસ અને મહત્વ વિશે જાણો, ખાસ દિવસને આ રીતે કરો સેલિબ્રેટ
આ મામલે લોકોનું નિવેદન સામે આવ્યું કે, જ્યારે ઐશ્વર્યા રાય આ ફેશન વીકનો હિસ્સો હતી તો પછી તેને તસવીરમાં કેમ લેવામાં ન આવી. તેમજ ઐશ્વર્યા રાય ફક્ત તેના પતિ અભિષેક બચ્ચનને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. તેના સસરા અમિતાભ બચ્ચન કે તેની નણંદ શ્વેતા અને તેની પુત્રી નવ્યા તેના ફ્રેન્ડ લિસ્ટમાં નથી.