scorecardresearch

અજય દેવગણએ દીકરી ન્યાસા વારંવાર ટ્રોલ થતાં કહ્યું…મને આ વાત પરેશાન કરે છે, પણ…

Ajay devgan: ન્યાસા (Nysa Devgan) તેવા સ્ટારકિડ્સમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર વારંવાર તેના લૂકના કારણે ટ્રોલ થતી રહે છે

અજય દેવગણએ દીકરી ન્યાસા વારંવાર ટ્રોલ થતાં કહ્યું…મને આ વાત પરેશાન કરે છે, પણ…
ન્યાસાને ઓનલાઈન વારંવાર ટ્રોલ કરવા અંગે પ્રતિક્રિયા આપતા અજય દેવગણ

અજય દેવગણ (Ajay Devgn) અને કાજોલની (Kajol) 19 વર્ષની દીકરી ન્યાસા (Nysa Devgan) સોશિયલ મીડિયા પર અવારનવાર નફરતનો શિકાર બની રહે છે… ક્યારેક લૂક, ક્યારેક મેકઅપ તો ક્યારેક ફોટોગ્રાફર્સને બતાવેલા એટિટ્યૂડના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી હોય છે. તે ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં ગઈ હોય અને ટ્રોલ ન થઈ હોય તેવું અત્યારસુધીમાં ભાગ્યે જ બન્યું છે.

એક ઈન્ટરવ્યૂમાં ‘ભોલા’ના એક્ટરે બંને બાળકો પર સતત રહેતી સ્પોટલાઈટ વિશે વાત કરી હતી. આ સાથે ન્યાસાને ઓનલાઈન સહન કરવા પડતાં દુર્વ્યવહાર વિશે પણ ખુલાસો કર્યો હતો. તેમજ બંને બાળકોને શું સલાહ આપી છે તે પણ જણાવ્યું હતું.

Filmfare સાથે વાતચીત કરતાં અજય દેવગણે કહ્યું હતું કે ‘તમારે તેમને સતત સમજાવવાની જરૂર પડે છે કે તેઓ ઓનલાઈન જે વાંચે છે તેનાથી પરેશાન થવું જોઈએ નહીં. ટ્રોલ તમારા ચાહકોના ખૂબ ઓછા ટકા હોય છે. આટલી નકારાત્મકતા કેવી રીતે ફેલાઈ છે તેની મને જાણ નથી. હું તેને અવગણતા શીખ્યો છું અને મેં મારા બાળકોને પણ આમ જ કરવા કહ્યું છે. ઘણીવાર તો તેઓ શું લખે છે તે જ મને સમજાતું નથી. તેથી હું આ બધી વાતને મારા પર હાવી થવા દેતો નથી’

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

ન્યાસાને ઓનલાઈન વારંવાર ટ્રોલ કરવા અંગે પ્રતિક્રિયા આપતા અજય દેવગણે કહ્યું હતું કે ‘મને આ વાત પરેશાન કરે છે કારણ કે અમે તેને બદલી શકતા નથી. હકીકતમાં નથી જાણતા કે શું કરવાનું છે. કારણ કે ઘણીવાર એવી વાતો લખવામાં આવે છે જે સાચી હોતી નથી. જો તમે તેના પર પ્રતિક્રિયા આપો તો ઉપરથી વધારીને લખવામાં આવે છે’.

આ પણ વાંચો: અક્ષય કુમારની ફિલ્મ OMG 2 સિનેમાઘરોમાં નહીં થાય રિલીઝ, આ પ્લેટફોર્મની પસંદગી

અજય દેવગણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, તેના બાળકોને અન્ય સ્ટારકિડ્સની જેમ એક્ટર્સ બનવાનું કોઈ સપનું નથી. તેણે તેમ પણ કહ્યું હતું કે, તેના દીકરા યુગે હજી હાલમાં જ હિંદી ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે જ્યારે ન્યાસાને તેમા જરાય રસ નથી. ‘મારા દીકરાએ હિંદી ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે. મારી દીકરી ન્યાસા અમારી ફિલ્મો જોતી નથી. તેને તે જોવામાં રસ પણ નથી, હાલ તો નથી જ’, તેમ તેણે ઉમેર્યું હતું.

Web Title: Ajay devgan nyasa troll releaction social media latest news

Best of Express