Akhil Mishra Death: 'થ્રી ઇડિયટ્સ'ના લાઇબ્રેરિયન એક્ટર અખિલ મિશ્રાનું બિલ્ડીંગથી પડી જતા થયું મોત

Akhil Mishra Death: બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. અખિલ મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Akhil Mishra Death: બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. અખિલ મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Akhil Mishra| Akhil Mishra Death| Akhil Mishra Movies and Tv Shows

Akhil Mishra : 3 ઈડિયટ્સમાં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન

Akhil Mishra Death: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. એક રિપોર્ટ અનુસાર, કામ કરતા સમયે બિલ્ડિંગ પરથી નીચે પડી જવાથી અભિનેતાનું મોત થયું હોવાનું કારણભૂત છે. અખિલ મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisment

અખિલ મિશ્રાનું બાલ્કનીમાંથી પડી જતાં મોત

ઇ-ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, અભિનેતા હૈદરાબાદમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા. બાલ્કની પાસે કામ કરતા સમયે તેઓ ઊંચી ઈમારત પરથી પડી ગયા હતા. અખિલના પત્ની સુઝૈન બર્નર્ટ જર્મન અભિનેત્રી છે. અખિલે અંતિમ શ્વાસ લીધા ત્યારે તે હૈદરાબાદમાં હતા તેમણે કહ્યું કે મારુ દિલ તૂટી ગયું છે.

અખિલે ઘણા ટીવી શો અને ફિલ્મો કરી છે

અખિલ મિશ્રાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. જેમાં તેઓ ઉત્તરન, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, હાતિમ સહિત ઘણા ટીવી શોનો સમાવેશ થાય છે. અખિલ મિશ્રા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે 'ડોન', 'ગાંધી', 'માય ફાધર', 'શિખર', 'કમલા કી મૌત', 'વેલ ડન અબ્બા' જેવી ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી.

Advertisment

જો કે, અખિલને "3 ઇડિયટ્સ" માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર ખાન, આર માધવન, બોમન ઈરાની અને અન્ય ઘણા લોકોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમણે લોકપ્રિય શો "ઉતરન" માં ઉમ્મેદ સિંહ બુંદેલાનું પાત્ર ભજવીને પણ પોતાની છાપ છોડી હતી.

આ પણ વાંચો :Jawan Box Office Collection Day 14 : શાહરૂખ ખાનનો જાદુ યથાવત, 14માં દિવસે ‘જવાન’એ કરી આટલી કમાણી, જાણો કુલ કલેક્શન

અખિલે 3 ફેબ્રુઆરી 2009ના રોજ જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા હતા. 2019માં આ જોડીએ "મજનૂ કી જૂલિયટ" નામની ટૂંકી ફિલ્મમાં એક્ટિંગ કરી અને ડિરેક્શન પણ કર્યું હતું. તેમના પત્ની સુઝૈન ‘કસૌટી ઝિંદગી કી’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘એક હજારો મેં મેરી બહના હૈ’, ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘પોરસ’ જેવા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.

celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ