બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર માટે આ વર્ષ કઇ ખાસ નથી રહ્યું. પરંતુ તેને દિવાળી પર સારી ભેટ મળી છે. હા! આ વર્ષે અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષા બંધન’ ફ્લોપ રહી હતી. જોકે દિવાળીના બીજા દિવસે એટલે કે આજે 25 ઓક્ટોબરે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘રામ સેતુ’ લોકોને ઘણી પસંદ આવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકોમાં જ લોકોના રિવ્યુ સામે આવી રહ્યા છે, સિનેમાઘરો દર્શકોથી ખીચોખીચ ભરેલા છે.
આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જેકલીન ફર્નાન્ડીસ તેમજ નુસરત ભરૂચા પણ છે. સોશિયલ મીડિયા પર અક્ષયની ફિલ્મને લઈને ઘણી ચર્ચાએ જોર પકડ્યું છે. જે લોકો પહેલા દિવસે જ તેનો શો જોવા આવ્યા છે તેઓ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી.
જો ફિલ્મ અંગે લોકોએ આપેલા રિવ્યૂની વાત કરીએ તો ટ્વિટર પર ઘણા લોકોએ રામસેતુને 5 સ્ટાર આપ્યા છે. તો ફિલ્મના વખાણમાં યૂઝર વિશ્વજીત પાટીલ લખ્યું હતું તે રામસેતુ અદ્ભૂત ફિલ્મ છે. વિશ્વાસ અને વિજ્ઞાનથી ભરપૂર આકર્ષક અને મંનોરંજક થ્રિલર ફિલ્મ છે. આ સાથે એક સારા પારિવારિક મનોરંજન અને લાગણીઓથી ભરેલી આ ફિલ્મ સાહસ અને ઇતિહાસનું મિશ્રણ છે. આ ઉપરાંત આ યુઝરે કહ્યું હતુ કે, રામસેતુમાં અક્ષય કુમારનું શાનદાર પ્રદર્શન.
અક્ષય પાટીલે લખ્યું, “સૂર્યગ્રહણ છતાં અક્ષયકુમાર સરની ‘રામસેતુ’ સમગ્ર ભારતમાં સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં, જ્યાં લોકો સૂર્યગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાને ખરાબ માને છે. મારા શબ્દો યાદ રાખજો ગુજરાતમાંથી આવતીકાલે વધુ કલેક્શન થશે. કારણ કે લોકોને ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “સારા કોન્સેપ્ટ સાથે બનેલી આ ફિલ્મ ફૂલ પૈસા વસૂલ છે. ક્લાઈમેક્સ જોઈને તમે ગર્વ અનુભવશો. દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ.”
બાતમી છે કે ફિલ્મમાં એવા ઘણા સસ્પેન્સ છે, જેને જોઈને લોકો દંગ રહી જશે. ઈતિહાસ સાથે જોડાયેલા ઘણા રહસ્યો બતાવવામાં આવ્યા છે. જે અંગે લોકો બહુ ઓછા જાણતા હશે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ પહેલા દિવસે જ 15 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ફિલ્મ ‘રામસેતુ’ એક પુરાતત્વવિદ્ની વાર્તા પર આધારિત છે. જેનું પાત્ર અક્ષય કુમાર ભજવતો જોવા મળી રહ્યો છે.