Akshay Kumar Video અક્ષય કુમાર વીડિયો : અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્ના સાથે શેયર કર્યો ફની વીડિયો, લગ્નને ગણાવ્યો મોતનો કુવો

Bollywood Actor Akshay Kumar News : બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર શેર કરેલો વીડિયો (Akshay Kumar Video) હાલમાં ચર્ચામાં છે. પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) સાથે શેયર કરેલ આ વીડિયોમાં અક્ષય કુમાર પોતાના લગ્નને મોતના કુવા તરીકે ગણાવી રહ્યો છે.

January 03, 2023 14:14 IST
Akshay Kumar Video અક્ષય કુમાર વીડિયો : અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્ના સાથે શેયર કર્યો ફની વીડિયો, લગ્નને ગણાવ્યો મોતનો કુવો
બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ સાથેનો શેયર કરેલ આ વીડિયો ચર્ચામાં છે.

Bollywood Actor Akshay Kumar Video ( અક્ષય કુમાર વીડિયો ): બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર એના સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. અક્ષયે તાજેતરમાં ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરેલો ફની વીડિયો હાલમાં ચર્ચામાં છે. પત્ની ટ્વિંકલ ખન્ના સાથેના આ વીડિયોમાં પત્ની દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં અક્ષયે પોતાના લગ્નને મોતના કુવા તરીકે ગણાવતાં વીડિયો ચર્ચામાં આવ્યો છે. વીડિયો જોઇ યુઝર્સ પણ પોતાની પતિક્રિયાઓ આપી રહ્યા છે અને વીડિયો શેયર કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને બોલીવુડનું પરફેક્ટ કપલ ગણવામાં આવે છે. બંનેના લગ્નને બે દાયકાથી વધુ સમય થયો છે. અક્ષય અને ટ્વિંકલને બે બાળકો આરવ અને નિતારા છે. જોકે તાજેતરમાં અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે નવા વર્ષે પરિવાર સાથે સર્કસ જોવા ગયો હતો. પરંતુ વીડિયો શેયર કરતાં તેણે કેપ્શનમાં લગ્નને મોતનો કુવો કહેતાં આ વીડિયો ચર્ચામાં આવ્યો છે. અક્ષયનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

અક્ષય કુમારે શેયર કર્યો મજેદાર વીડિયો

અભિનેતા અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેયર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે એક શખ્સ મોતના કુવામાં તેજ ગતિએ બાઇક ચલાવી રહ્યો છે. જેને જોઇને ટ્વિંકલ ખન્ના હેરાન થઇ જાય છે. તે અક્ષયને પુછે છે કે આને શું કહેવાય?

ટ્વિંકલ ખન્નાના સવાલનો જવાબ આપતાં અક્ષય કુમારે પત્નીને કહે છે કે આને મોતનો કુવો કહેવાય. અક્ષયે વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે, ગઇ કાલે મારા પરિવારને એક સારૂ સર્કસ જોવાનો મોકો મળ્યો. પત્નીએ મને પુછ્યું કે સર્કસ શું હોય છે? કાશ હું એને કહી શકતો કે એને લગ્ન કહેવાય… એની આગળ અક્ષયે હેશટેગમાં મોતનો કુવો લખ્યું છે.

https://gujarati.indianexpress.com/web-stories/entertainment/ruhanika-dhawan-child-artist-ye-hai-mohabbatein-success-story/

અક્ષય કુમારના વીડિયો પર પ્રતિક્રિયા

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર જે વીડિયો શેયર કર્યો છે એને યુઝર્સ પસંદ કરી રહ્યા છે અને સાથોસાથ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તો કેટલાક લોકોને આ વીડિયો જોઇ તાજેતરમાં રજુ થયેલી રોહિત શેટ્ટીની સર્કસ મુવી પણ યાદ આવી ગઇ. શિવરાજ નામના યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, સાચું કહેજો સર, રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ ખરાબ હતી એટલે તમે આ સર્કસમાં આવ્યા ને?

આ પણ વાંચો : મનોરંજન જગતની તમામ ખબર એક ક્લિક પર

અનમોલ નામના એક યુઝર્સે લખ્યું છે કે, અક્કી ભાઇ, તમે લગ્નને મોતનો કુવો કહ્યો છે તો તમને ખબર છે કે આ મોતના કુવામાં કોણ હોત? શિવમ નામના એક યુઝર્સે લખ્યું છે કે, સર તમારૂ સેન્સ ઓફ હ્યુમર કમાલનું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ