અક્ષય કુમારને હવે ફિલ્મો માટે ફાંફાં મારવા પડશે? ફ્લોપ ફિલ્મનું લેબલ લાગી જતા રાઉડી રાઠોર-ટુ પણ ગુમાવી

Akshay Kumar Lost Rowdy Rathore 2: અક્ષય કુમારની ફિલ્મો (Akshat Kumar Movies) સતત ફ્લોપ જવાના કારણે 'રાઉડી રાઠોડ'ની સિક્વલમાંથી તેની બાદબાકી થઇ ગઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Written by mansi bhuva
Updated : April 12, 2023 09:04 IST
અક્ષય કુમારને હવે ફિલ્મો માટે ફાંફાં મારવા પડશે? ફ્લોપ ફિલ્મનું લેબલ લાગી જતા રાઉડી રાઠોર-ટુ પણ ગુમાવી
અક્ષય કુમાર ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર માટે હાલ સમય ખરાબ ચાલી રહ્યો છે. તેની કિસ્મત વર્ષ 2022થી માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વર્ષ 2022થી અત્યાર સુધીમાં ખેલાડી કુમારની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ નથી થઇ. અક્ષય કુમારની વર્ષ 2022માં બિગ બજેટવાળી મોટી ફિલ્મો રિલીઝ થઇ હતી. જેમાં પૃથ્વીરાજ ચૌહાણ, રામ સેતુ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વર્ષના પ્રારંભમાં તેની પ્રથમ ફિલ્મ ‘સેલ્ફી’ રિલીઝ થઇ હતી. અક્ષય કુમારની આ ફિલ્મ પણ સિનેમાઘમાં ખરાબ રીતે નીચે પટકાઇ હતી. જેને પગલે અક્ષય કુમાક હાલ સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. અક્ષય કુમારની ફિલ્મો સતત ફ્લોપ જવાના કારણે ‘રાઉડી રાઠોડ’ની સિક્વલમાંથી તેની બાદબાકી થઇ ગઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં હાલ સિક્વલ અને રીમેકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અક્ષય કુમારની હિટ ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ની પણ સિકવલ બની રહી છે. પરંતુ તેમાં અક્ષયના બદલે સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓફર કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત છે.

જોકે સિદ્ધાર્થે હજી સુધી અંતિમ નિર્ણય લીધો નથી. તેને રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં પણ પોલીસઓફિસરની ભૂમિકા છે. તેથી તે અવઢવમાં છે કે તેણે ‘રાઉડી રાઠોડ ટૂ’માં પણ ફરી એ જ પ્રકારની ભૂમિકા ભજવવી જોઈે કે નહિં.

આ પણ વાંચો: પ્રત્યુષા બેનર્જીના આપધાત મામલે 7 વર્ષ પછી બોયફ્રેન્ડ રાહુલ રાજનો ઘટસ્ફોટ

અક્ષય હજુ થોડા સમય પહેલાં બોલીવૂડનો સૌથી સેલેબલ અને ભરોસાપાત્ર સ્ટાર ગણાતો હતો. પરંતુ, છેલ્લાં કેટલાક સમયથી તેની ઉપરાછાપરી પાંચથી છ ફિલ્મો નિષ્ફળ ગઈ છે. આથી, બોલીવૂડે તેનાથી મોઢું ફેરવી લીધું હોય તેમ એક પછી એક પ્રોજેક્ટ તેના હાથમાંથી સરકી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ