તાજેતરમાં જ અક્ષય કુમારની ‘રામસેતુ’ અને અક્ષય દેવગણની ‘થેંક ગોડ’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. એવી સ્થિતિમાં લોકોને એ જાણવામાં રસ હશે કે કંઇ ફિલ્મ વધુ આકર્ષક છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષ અક્ષય કુમાર માટે ખાસ નથી રહ્યુ. અક્ષય કુમારની આ વર્ષે રિલીઝ થયેલી તમામ ફિલ્મો લગભગ ફ્લોપ રહી છે. ત્યારે આ ‘રામસેતુ’ સાથે અક્ષય કુમારની ઘણી આશાઓ બંધાયેલી હોય તે સ્પષ્ટ છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘રામસેતુ’ અજય દેવગણની ફિલ્મ ‘થેંક ગોડ’ પર ભારી પડી હોય તેવો અહેવાલ છે. ‘રામસેતુ’ પ્રથમ દિવસે 15.25 કરોડની કમાણી કરવામાં કામયાબ રહી છે. જ્યારે ‘થેંક ગોડ’ ઓપનિંગમાં જ 8.10 કરોડ રૂપિયામાં સમેટાઇ ગઇ હતી. જેને લઇને એભિનેતા કમલ આર ખાન ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે.
કેઆરકેએ ટ્વિટર પર લખ્યું છે કે, ‘થેંક ગોડનું પરફેક્ટ કલેક્શન બદલ હું અજય દેવગણ, ઈન્દર કુમાર તેમજ ભૂષણ કુમારની પ્રશંસા કરું છું. આ સાથે અક્ષય કુમારને પણ કરણ જોહરની જેમ ફિલ્મનું ખોટું કલેક્શન કહેવા બદલ અભિનંદ પાઠવું છું. પરંતુ તેમ છતાં અક્કીની ફિલ્મ’ બ્રહમાસ્ત્ર’ની જેમ બરબાદ જ થવાની છે’.
અન્ય એક ટ્વિટમાં KRKએ લખ્યું છે કે, ‘તરણ આદર્શે ‘રામસેતુ’ને સામાન્ય અને અત્યંત બકવાસ કહી છે. એવામાં ફિલ્મે પ્રથમ દિવસે જ 12.50 કરોડની કમાણી કરી લીધી. જોકે તરણ આદર્શે ‘થેન્ક ગોડ’ને માસ્ટરપીસ કહી છે. જોકે આ ફિલ્મે પહેલા દિવસે માત્ર 7.50 કરોડની કમાણી કરી હતી’.
આ સિવાય કમલ આર ખાને ફિલ્મો પ્રત્યે પોતાનો મંતવ્ય પણ શેર કર્યો છે. જે અંતર્ગત તેણે કહ્યું હતું કે, ‘થેંક ગોડ’ પ્રથમ દિવસે 6-9 કરોડની કમાણી કરી શકે છે અને ‘રામસેતુ’ 8થી 11 કરોડ.
આ પણ વાંચો: અક્ષય કુમારની ફિલ્મ ‘રામસેતુ’ રિલીઝ, લોકોએ ટ્વિટર પર આપી પ્રતિક્રિયા
કેઆરકેએ તેની યુટ્યુબ ચેનલ પર ફિલ્મની સમીક્ષા કરતા અક્ષય કુમારને કેનેડિયન કહી તેની મજાક ઉડાવી છે. આ સાથે કેઆરકેએ વધુમાં કહ્યું હતુ કે, ફિલ્મમાં ઇતિહાસની પથારી ફેરવી દેવાય છે તેમજ ઇતિહાસની મજાક ઉડાવવામાં આવી છે.
કેઆરકેએ નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, ‘ફિલ્મ પૃથ્વીરાજના નિર્દેશક ચંદ્રપ્રકાશ અને અક્ષય કુમાર કસમ ખાધી છે કે બંને મળીને ભારતની ઇતિહાસનો સત્યનાશ કરી દેશે’.
આ પણ વાંચો: બોની કપૂરની સ્મોકિંગની આદતથી કંટાળી ગઈ હતી શ્રીદેવી, છોડી દેવા મૂકી દીધી હતી આવી શરત
કેઆરકેના આ ટ્વીટ પર યૂઝર્સે જોરશોરથી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. રજત નામના એક યૂઝરે લખ્યું હતું કે, અજય દેવગણ હંમેશા સાચું કલેક્શન આપે છે. દેખાડો કરવા માટે ખોટું બોલતા નથી. તો મનીષા રાવતે પ્રતિક્રિયા આપી છે કે, ભાઇ તમારી ફિલ્મની જેમ નથી જેને આજસુધી કોઇએ જોઇએ પણ નથી. આ ફિલ્મ ફ્લોપ જઇને પણ તમારાથી વધુ કમાણી કરશે.