બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ આજે ગ્લોબલ સ્ટાર બની ગઇ છે. હાલ આલિયા ભટ્ટ અપકમિંગ હોલિવૂડ ફિલ્મ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ને (Heart Of Stone) ગલ ગડોટને (Gal Gadot) ને લઇને ભારે ચર્ચામાં છે. આલિયા ભટ્ટની આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. ત્યારે બ્રાઝિલના સાઓ પાઉલોમાં હાલમાં જ એક ઓટીટી પ્લેટફોર્મની ઈવેન્ટ યોજાઈ હતી. આ માટે તેણે લેટેસ્ટ વાયરલ ફેશન ટ્રેન્ડ બાર્બીકોર ડ્રેસ પહેર્યો હતો. તેની આ પોસ્ટ પર નણંદ કરીના કપૂરે કરેલી કોમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
આલિયા ભટ્ટ તસવીરમાં પિંક કલરના બ્રાલેટની સાથે મેચિંગ બ્લેઝર અને પ્લાઝો પેન્ટમાં જોવા મળી રહી છે. આલિયા ભટ્ટે આ તસીવર પર કેપ્શનમાં લખયું છે કે, આ બાર્બી જેટ લેગ્ડ છે’. જેટ લેગ્ડ એટલે બે દેશ વચ્ચેના સમયના અંતરના કારણે મુસાફરી દરમિયાન થતી ઊંઘની સમસ્યા. હવે આના પર કરીના કપૂરે કોમેન્ટ કરી કે, તું કેમ બેસ્ટ છે? કારણ કે તું છે’. તો એક્ટ્રેસ ઈરા દુબેએ લખ્યું છે ‘આ બાર્બી જાદુઈ છે’, મમ્મી સોની રાઝદાને હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. ‘રાઝી’ની કો-એક્ટ્રેસ અમૃતા ખાનવિલકરે કોમેન્ટ કરી છે ‘ક્યૂટેસ્ટ બાર્બી એવર’, ફેન્સે પણ એક્ટ્રેસને ક્યૂટ ગણાવી છે અને હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે.
મહત્વનું છે કે, ‘હાર્ટ ઓફ સ્ટોન’ આલિયા ભટ્ટની હોલિવુડમાં ડેબ્યૂ ફિલ્મ છે, જેનું શૂટિંગ તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ ખતમ થયા બાદ તેણે પોતાના કામ કરવાના અનુભવ શેર કરતા કહ્યું હતું કે ‘અનુભવ અદ્દભુત રહ્યો. જો કે, શરૂઆતમાં હું નર્વસ હતી. કારણ કે તે મારા માટે એકદમ નવો અનુભવ હતો. હું મારી ટીમને સાથે લઈ જઈ શકી નહોતી. હું એકલી ગઈ હતી. મારા માટે તે એકદમ નવી ટીમ અને એક્શન ક્રૂ હતી. તે મારી પહેલી એક્શન ફિલ્મ છે. તેમણે મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું. જ્યારે મારે દાળ-ભાત ખાવા હતા ત્યારે તેઓ લઈ આવતા હતા. તેમણે મને ઘર જેવું ફીલ કરાવ્યું હતું. મને ઘણું બધું શીખવા મળ્યું. પરંતુ ત્યાં મને ઘણું અલગ પણ લાગ્યું હતું. બોલિવુડમાં જે રીતે કામ કરીએ છીએ તે જ રીતે ત્યાં કામ થાય છે. માત્ર ભાષાનો ફરક છે’.
આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટના વાત કરીએ તો તે રણવીર સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં જોવા મળસે. 28 જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં છે. આ સિવાય એક્ટ્રેસ ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો ભાગ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રિન શેર કરશે.





