બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સંબંધિત મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ સમાચાર સાંભળીને તેના ફેન્સ ખુશખુશાલ થઇ જશે. આલિયા ભટ્ટ માતા બન્યા બાદ ફરી પોતાના કામને લઇને સક્રિય થઇ ગઇ છે. ત્યારે હવે આલિયા ભટ્ટ વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટમાંથી એક ગણાતી મેટ ગાલા ઇવેન્ટમાં ડેબ્યૂ કરશે. જી હાં! રેડ કાર્પેટ પર હવે આલિયા ભટ્ટ છવાશે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાલા ઇવેન્ટ 1 મેના રોજ ન્યૂયોર્ક ખાતે યોજાવાની છે. મેટ ગાલા ફેશનની સાથે સાથે ફંડરાઇઝર ઇવેન્ટ પણ છે. આ ઇવેન્ટ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓ ફ આર્ટ ન્યુયોર્કમાં યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા આંતરરાષ્ટ્રૂ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ હિસ્સો લઇ ચૂક્યાં છે. તેમજ બહુ નાની ઉંમરે વિશ્વસ્તરે ખ્યાતિ મેળવીને અભિનેત્રી આલિયા ભટ્ટ છેલ્લા કેટલાય સમયથી હોલિવૂડમાં પોતાની એન્ટ્રીને લઇને મથામણ કરી રહી હતી. ત્યારે હવે તેને એ અવસર મળી ગયો છે. જો કે તે હાલ ‘ધી હાર્ટ ઓફ સ્ટોન’ હોલીવૂડ ફિલ્મમાં કામ કરી રહી છે.
આપને જણાવી દઇએ કે, આટલી મોટી ઇવેન્ટમાં આલિયા ભટ્ટ ખાસ પહેરવેશમાં જોવા મળશે. તેથી અભિનેત્રી નેપાલિઝ-અમેરિકન ડિઝાઇનર પ્રબલ ગુરાન્ગનો ડિઝાઇન કરેલો પરિધાન પહેરશે તેવી માહિતી મળી છે.





