આલિયા ભટ્ટ માતા બન્યા બાદ પહેલીવાર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મમાં મળશે જોવા, જાણો ફિલ્મની રિલીઝ ડેટ

Alia Bhatt News: બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) આલિયા ભટ્ટ (Alia Bhatt) માતા બન્યા બાદ પહેલીવાર તેની અપકમિંગ મુવી 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રિલીઝ પાછળ ઠેલાઇ હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.

Written by mansi bhuva
February 03, 2023 09:32 IST
આલિયા ભટ્ટ માતા બન્યા બાદ પહેલીવાર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મમાં મળશે જોવા, જાણો ફિલ્મની રિલીઝ ડેટ
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ માતા બન્યાનું સુખ માણી રહી છે. ત્યારે આલિયા ભટ્ટના કામ પર પરત ફરવા સંબંધિત સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આલિયા ભટ્ટ માતા બન્યા બાદ મોટા પડદે અવતરિત થનારી તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કાહાની’ છે. પ્રાપ્ત વિગત અનુસાર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝ ડેટ પાછળ ઠેલવવામાં આવી છે. એટલે હવે આલિયા ભટ્ટની આગામી ફિલ્મ એપ્રિલને બદલે જુલાઇ માસમાં સિનેમાધરોમાં રિલીઝ કરવાનું એલાન કરાયું છે.

આલિયા ભટ્ટના પ્રશંસકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. મહત્વનું છે કે, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન ‘ આગામી તા. 21એપ્રિલે રિલીઝ થવાની છે. તેનાં એક જ સપ્તાહ પછી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થવાની હતી. જોકે, બોક્સ ઓફિસ કલેશ ટાળવા માટે કરણ જોહરે ફિલ્મની રિલીઝ લંબાવી દીધી છે હોવાનું કારણભૂત છે.

ખાસ વાત એ છે કે, કરણ જોહર આ ફિલ્મ દ્વારા સાત વર્ષે દિગ્દર્શનમાં પુનરાગમન કરી રહ્યો છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે પરંતુ આલિયાની ડિલિવરી આવવાની હોવાથી ફિલ્મ મુલત્વી દેવાઈ હતી. કેટલાક સીન તથા એક સોંગ નું શૂટિંગ આલિયા આગામી દિવસોમાં કરવાની છે.

https://www.instagram.com/p/CoJpf2Mr_e2/?hl=en

ફિલ્મમાં આલિયાની સાથે હિરો તરીકે રણવીર સિંહ છે. ફિલ્મનું વધુ એક આકર્ષણ એ છે કે ધર્મેન્દ્ર અને જયા બચ્ચન દાયકાઓ પછી સહકલાકાર તરીકે રુપેરી પડદે ફરી જોવા મળશે.

રણબીર અને આલિયા ભટ્ટે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગત વર્ષે 14 એપ્રિલે લગ્ન કરી લીધા. તેમણે રણબીરના મુંબઇ સ્થિત ઘરે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. તે બાદ કપલે જૂન 2022માં ગુડ ન્યૂઝ શેર કરી. 6 નવેમ્બરે તેમની લાડલીએ આ દુનિયામાં જન્મ લીધો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ