આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન છેતરપિંડીનો શિકાર થતાં બચ્યાં, એક્ટ્રેસે પોસ્ટ કરી જણાવ્યું

Soni Razdan : સોની રાઝદાન સોશિયલ મીડિયા પર પણ બહુ સક્રિય રહે છે. તેણે પોતાના સાથે થયેલા અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અભિનેત્રી Alia Bhatt ની મા Soni Razdan એ એક Social Media પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેઓ Drugs ના કેસનો શિકાર થતા હેમખેમ રીતે બચી ગયા.

Written by mansi bhuva
May 20, 2024 07:23 IST
આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન છેતરપિંડીનો શિકાર થતાં બચ્યાં, એક્ટ્રેસે પોસ્ટ કરી જણાવ્યું
આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન ફ્રોડનો શિકાર થતાં બચ્યાં

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટના પરિવાર વિશે મોટા સમાચાર સામે આવ્યાં છે. એક અહેવાલ અનુસાર અને Social Media પર કરેલી પોસ્ટ અનુસાર અભિનેત્રી Alia Bhatt ની મા Soni Razdan એ એક Social Media પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેઓ Drugs ના કેસનો શિકાર થતા હેમખેમ રીતે બચી ગયા.

સોની રાઝદાન સોશિયલ મીડિયા પર પણ બહુ સક્રિય રહે છે. તેણે પોતાના સાથે થયેલા અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ઉપરાંત સોની રાઝદાને જણાવ્યું હતું કે, તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે અમે દિલ્હી કસ્ટમમાંથી બોલીએ છીએ. તમે ડ્રગ્સ મગાવ્યું છે. તે પછી તેને પોલીસ હોવાનો દાવો કરતા અન્ય વ્યકિત સાથે કનેક્ટ કરવામાં આવી હતી અને તેની પાસેથી આધાર કાર્ડ સહિતની વિગતો માગવામાં આવી હતી.

જોકે, સોનીના જણાવ્યા અનુસાર તેના એક પરિચિત આવા ફ્રોડ કોલના ચક્રવ્યુમાં ફસાયા હતા. તેથી ઠગોએ તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. જેથી સોની રાઝદાન સમયસર ચેતી ગઈ હતી.

આ પણ વાંચો : કન્નડ ફેમસ એક્ટ્રેસ પવિત્રા જયરામના અકસ્માતમાં મૃત્યુ બાદ બોયફ્રેન્ડ ચંદ્રકાંતનો આપઘાત

વધુમાં સોની રાઝદાને કહ્યું હતું કે, આ અનુભવ મારા માટે ઘણો ડરાવી નાખે તેવો હતો. ત્યારે હું અન્ય લોકોને એ જ કહીશ કે જો તમારી પાસે આવો કોલ આવે તો ફોન કટ કરીને આ નંબરની જાણ પોલીસને કરવી જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ