69th National Film Awards: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે નાની ઉંમરમાં અભિનયની દુનિયામાં દેશ સહિત વિશ્વવભરમાં પોતાનો નામનો ડંકો વગાડ્યો છે. જેને પગલે આલિયા ભટ્ટને ગઇકાલે આયોજીત 69માં નેશનલ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કરથી સન્માનિત કરાઇ હતી. આલિયા ભટ્ટને ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. મહત્વનું છે કે, આ આલિયા ભટ્ટનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. ત્યારે આ નેશનલ એવોર્ડ માટે આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે 50 લાખની સાડી પહેરીને આવી હતી. તો આવો જાણીએ શું છે આ સાડી સાથે તેનો ખાસ કનેક્શન.
આલિયા ભટ્ટે ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી. જે તેની વેડિંગ સાડી છે. આ સાડી મશહૂર ફેશન ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કરી હતી. આલિયા ભટ્ટે તેની વેડિંગ સાડી પર ચોકર નેકલેસ અને સ્ટડ ઈયરિંગ્સ સાથે આ લૂક કમ્પ્લીટ કર્યો હતો. આ લૂકમાં આલિયા ભટ્ટ ખુબ જ સુંદર અને ખુશી લાગી રહી હતી. આલિયાએ તેના વાળમાં સફેદ ગુલાબ અને કપાળ પર લાલ બિંદી પણ લગાવી હતી.જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે, મારા લગ્નમાં મેં ડ્રેસની જગ્યાએ સાડી પહેરવાનું પસંદ કર્યું કારણ કે મને સાડી ખૂબ પસંદ છે અને તે દુનિયાનૌ સૌથી આરામદાયક પોશાક છે. આ જ કારણ છે કે, મેં મારા લગ્નમાં લહેંગો નહીં પણ સાડી પહેરવાનું પસંદ કર્યું.
ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ 5 મુખ્ય કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ જીત્યા છે. આ ફિલ્મમાં શાંતનુ મહેશ્વરી, વિજય રાજ, અજય દેવગન, જિમ સરભ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
આલિયા ભટ્ટ ઉપરાંત અભિનેત્રી કૃતિ સેનનને પણ મિમી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળી રહ્યો છે. કૃતિની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.





