આલિયા ભટ્ટ રણબીર કપૂર ન્યુ યર 2025 સેલિબ્રેશન, નીતુ કપૂરે પરિવાર સાથે ફોટા કર્યા શેર

આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજતેરમાં આલ્ફા માટે શૂટિંગ પૂર્ણ કર્યું અને રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર માટે શૂટિંગમાં ઝંપલાવ્યું છે.

Written by shivani chauhan
January 01, 2025 08:29 IST
આલિયા ભટ્ટ રણબીર કપૂર ન્યુ યર 2025 સેલિબ્રેશન, નીતુ કપૂરે પરિવાર સાથે ફોટા કર્યા શેર
આલિયા ભટ્ટ રણબીર કપૂર ન્યુ યર 2025 સેલિબ્રેશન, નીતુ કપૂરે પરિવાર સાથે ફોટા કર્યા શેર

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર તેમના પરિવારના સભ્યો સાથે નવા વર્ષ (New Year) સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. આ દંપતીએ ઈવેન્ટ માટે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ સેલિબ્રેશનમાં કપલે નીતુ કપૂર, સોની રાઝદાન અને અન્ય લોકો સાથે પોઝ આપ્યો હતો. સુંદર રાહા તેના પિતા રણબીર કપૂરના સાથે જોવા મળી હતી.

આલિયા ભટ્ટ રણબીર કપૂર ન્યુ યર સેલિબ્રેશન (Alia Bhatt Ranbir Kapoor New Year Celebrations)

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ અન્ય લોકોની નવા વર્ષને ધમાકેદાર સ્વાગત કર્યું હતું. સેલિબ્રિટી કપલેએ 2025 ને આવકારવા ફેમિલી ગેથરીગનો આનંદ માણ્યો હતો. આ ફોટોઝ તાજતેરમાં નીતુ કપૂર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. ફોટો આલ્બમમાં રિદ્ધિમા કપૂર સાહની, તેમના પતિ ભરત સાહની અને તેમની પુત્રી સમારા સાહની દર્શાવતા એક સુંદર ફેમિલી ફોટો સાથે જોવા મળે છે.

આ પણ વાંચો: વર્ષ 2025 ના પ્રથમ અઠવાડિયે આ સિરીઝ અને ફિલ્મો OTT પર થશે રિલીઝ, જાણો પ્લેટફોર્મ અને રિલીઝની તારીખ

આલિયા અને રણબીરે પણ ખુશીથી તસવીરો માટે પોઝ આપ્યા હતા. રાત્રિ માટે કપલે બ્લેક આઉટફિટ પહેરવાનું પસંદ કર્યું હતું. જ્યારે આલિયાએ હાઈ હીલ્સ સાથે ઓફ વાઈટ ડ્રેસ પહેર્યો હતો, ત્યારે તેના પતિએ મેચિંગ પેન્ટ સાથે જોડી બનાવેલા બ્લેક શર્ટમાં અદભુત લાગતો હતો. અભિનેતા પણ તેમની પુત્રી રાહા કપૂરને તેના હાથમાં લીધેલી જોઈ શકાય છે. નીતુ કપૂર સાથે આલિયાની માતા સોની રાઝદાન પણ જોડાઈ હતી જેઓ રેડ આઉટફિટમાં જોવા મળે છે.

બોલીવુડની પત્ની રિદ્ધિમાએ પણ ન્યુ યર સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. ફોટા શેર કરતાં, તે લખે છે, “પાર્ટી હમણાં જ શરૂ થઈ છે, અને 2025 ચમકવા માટે તૈયાર છે! #NewYearVibes” હેપ્પી ન્યૂ યર ઇન્સ્ટા ફેમ.”

આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજતેરમાં આલ્ફા માટે શૂટિંગ પૂર્ણ કર્યું અને રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર માટે શૂટિંગમાં ઝંપલાવ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ