Alia Bhatt Wedding Saree : આલિયા ભટ્ટ લગભગ દોઢ વર્ષ પહેલાં બોલિવૂડના કપૂર પરિવારની વહુ બની હતી. તેણીએ 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે પાંચ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. લગ્નમાં આલિયા ભટ્ટનો દુલ્હન લૂક ખુબ ચર્ચામાં રહ્યો છે. આલિયા ભટ્ટે તેના લગ્નમાં હેવી લહેંગો પહેરવાને બદલે સિમ્પલ ઓફ વ્હાઇટ સાડી પહેરી હતી. જે ખુબ જ ચર્ચામાં રહી હતી. હવે એક્ટ્રસે તેના લગ્નના દિવસે સાડી કેમ પહેરી હતી તે અંગે ખુલાસો કર્યો છે.
વર્ષ 2022 આલિયા અને રણબીર કપૂર માટે ખૂબ જ ખાસ હતું. બંનેએ એપ્રિલમાં લગ્ન કર્યા અને નવેમ્બરમાં આ કપલ પુત્રી રાહા કપૂરના માતા-પિતા બન્યા. હવે લગ્નના આટલા સમય પછી, અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તેણે શા માટે સબ્યાચી મુખર્જીની સુંદર ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી?
હકીકતમાં આલિયા ભટ્ટે તાજેતરમાં વોગ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન આલિયાએ કહ્યું કે, મને સાડી ખૂબ ગમે છે. આ વિશ્વનો સૌથી આરામદાયક પોશાક છે. આ જ કારણ છે કે મેં મારા લગ્નમાં લહેંગા નહીં પણ સુંદર સાડી પહેરી હતી. તમે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ આલિયા ભટ્ટને સાડીમાં જ જોઇ હશે. જે સાડીઓ હાલમાં ખુબ જ ટ્રેન્ડમાં છે.
આલિયા ભટ્ટે પોતાના લગ્નમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલી ઓફ વ્હાઇટ રંગની સાડી પહેરી હતી. તેની સાથે મેચિંગ દુપટ્ટો નાંખ્યો હતો. ગોલ્ડન ડિટેલ્સવાળી આ સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે આ સાથે કુંદનની જ્વેલરી પહેરી હતી.
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘જીગ્રા’માં જોવા મળશે. મેકર્સે આલિયા ભટ્ટનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરી દીધો છે. મળતી માહિતી અનુસાર, એક્ટ્રેસે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આલિયા ભટ્ટ ‘જીગરા’માં માત્ર અભિનય જ નહીં પરંતુ તેને પ્રોડ્યુસ કરતી પણ જોવા મળશે. આલિયા આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથે મળીને પ્રોડ્યુસ કરશે. આ સિવાય તે ‘બ્રહ્માસ્ત્ર 2’માં પણ જોવા મળશે.





