રણબીર કપૂર રામ અને આલિયા બનશે સીતા, રાવણના પાત્રમાં આ સાઉથ સુપરસ્ટાર, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

Alia Ranbir Ramayana: દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'રામાયણ'પર ફિલ્મને બનાવવા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જેમાં રણબીર-આલિયાની એન્ટ્રી થઇ ગઇ છે અને તેના પાત્ર માટે ટેસ્ટ ચાલી રહ્યો છે.

Written by mansi bhuva
June 09, 2023 08:44 IST
રણબીર કપૂર રામ અને આલિયા બનશે સીતા, રાવણના પાત્રમાં આ સાઉથ સુપરસ્ટાર, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફાઇલ તસવીર

દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘રામાયણ’પર ફિલ્મને બનાવવા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જેને લઇને પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતુ કે, ફિલ્મ રામાયણમાં સાઉથની સુપરસ્ટાર સાઇ પલ્લવી અને રણબીર કપૂર જોવા મળશે, પરંતુ હવે નવી કાસ્ટનું નામ સાંભળીને તમે બધા દંગ રહી જશો. પિંકવિલાના અહેવાલ અનુસાર, નિતેશ કુમારની ફિલ્મ ‘રામાયણ’માં આલિયા ભટ્ટ માતા સીતાના રોલમાં અને રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળી શકે છે.

પ્રાપ્ત વિગત અનુસાર, નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં માતા સીતાના રોલ માટે આલિયા ભટ્ટની એન્ટ્રી થઇ ગઇ છે. નિતેશ તિવારી ડિસેમ્બર 2023માં આ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે અને દિવાળી પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી શકે છે.

ફિલ્મમાં રાવણના પાત્રને લઇને પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને KGFના એક્ટર યશ રાવણનું પાત્ર ભજવી શકે છે. એટલું જ નહીં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લૂક ટેસ્ટ પણ ચાલી રહ્યો છે. આ રીતે બોલિવુડ રામાયણ પર વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે. ત્યારે હાલ ‘રામાયણ’ પર આધારિત આદિપુરૂષ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં રામના અવતારમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને માતા સીતાના પાત્રમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી ક્રિતિ સેનન જોવા મળશે.

આ પણ વાંચો: આદિપુરુષ : ક્રિતિ સેનન અને ડિરેક્ટર ઓમ રાઉતની હરકતથી તિરૂપતિ બાલાજી મંદિરના પુજારી ભડક્યા, કહ્યુ- ‘હોટલમાં જતા રહો’

પિંક વિલાના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રામાયણના મેકર્સ રાવણના રોલ માટે છેલ્લા આઠ મહિનાથી KGF સ્ટાર યશ સાથે વાતચીત કરી રહ્યા છે. ઘણી હા-ના પછી હવે વાતચીત સાચી દિશામાં છે. યશ પણ હવે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યો હોવાનું જાણવા મળે છે. જો કે, તેણે હજુ સુધી હા નથી કહી, પરંતુ ફિલ્મના દિગ્દર્શક મધુ મન્ટેનાને પૂરી આશા છે કે યશ રાવણના રોલ માટે સહમત થઇ જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મામલો કેટલાક નાના મુદ્દાઓ પર અટવાયેલો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ