નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર, જાણો શું છે કેસ?

નવાઝુદ્દીન સિદ્દીકી પત્ની આલિયા સિદ્દીકી બિન જામીનપાત્ર વોરંટ જાહેર, અંધેરી કોર્ટે ફિલ્મના પૈસાની લેવડ દેવડ મામલે વોરંટ જાહેર કર્યું, આગામી સુનાવણી 2 મેના રોજ થશે.

Written by Kiran Mehta
Updated : March 08, 2024 17:37 IST
નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર, જાણો શું છે કેસ?
નવાઝુદ્દીન સિદ્દીકી પત્ની આલિયા સિદ્દીકી બિન જામીનપાત્ર વોરંટ જાહેર

Nawazuddin Siddiqui wife Aaliya Siddiqui Non bailable warrant : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. પરંતુ આ વખતે આલિયા મુશ્કેલીમાં મુકાયાના સમાચાર છે. વાસ્તવમાં આલિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અંધેરી કોર્ટે 29 ફેબ્રુઆરીના રોજ આલિયા સિદ્દીકી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આલિયીના મિત્રએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલો વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હોલી કાઉ’ સાથે જોડાયેલો છે, જેને નવાઝુદ્દીનની પત્ની દ્વારા બનાવવામાં આવી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકી પત્ની આલિયા સિદ્દીકી સામે શું છે કેસ?

ઉલ્લેખનીય છે કે, આલિયાએ તેની મિત્ર મંજુ એમ ગઢવાલ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આલિયાએ મંજુના પરિવાર પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા હતા પરંતુ, પૈસા પરત કર્યા ન હતા. આ કેસ 5 વર્ષથી ચાલી રહ્યો છે પરંતુ આલિયાના પક્ષમાંથી કોઈ પૈસા પાછા નથી આવ્યા. મંજુના કહેવા પ્રમાણે, આલિયાએ તેને 31 લાખ 68 હજાર રૂપિયા દેવાના બાકી છે.

આલિયા સિદ્દીકી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર

મંજુ કહે છે કે, આ કેસની બે વખત સુનાવણી થઈ છે પરંતુ, આલિયા કોર્ટમાં હાજર થઈ નથી. પ્રથમ સુનાવણીમાં, આલિયાના વકીલો નિશ્ચિતપણે સમાધાન માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે આલિયા બીજી સુનાવણીમાં હાજર ન થઈ ત્યારે, તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. કેસની આગામી સુનાવણી હવે 2 મેના રોજ થશે.

આ પણ વાંચો – Pankaj Tripathi : મિર્ઝાપુરના ‘કાલીન ભૈયા’ પંકજ ત્રિપાઠી એક સમયે વેઇટરનું કામ કરતા હતા, જાણો એક્ટરની નેટવર્થ

મંજુએએ આલિયાના પતિ નવાઝુદ્દીન સિદ્દીકી પર પણ આરોપ લગાવતા કહ્યું છે કે, તેની પણ આલિયા સાથે મીલીભગત છે.

મંજુએ એમ પણ કહ્યું કે, તેને અને આલિયા વચ્ચે ઝઘડો થયો હતો અને તેઓએ મને ફિલ્મમાંથી કાઢી નાખી હતી, કેટલાક પૈસા પાછા આપ્યા હતા પરંતુ હજુ સુધી 31 લાખ 68 હજાર રૂપિયા આપ્યા નથી. મંજુએ કહ્યું કે, તેણે ફિલ્મ રિલીઝ થયા બાદ પીડીસી ચેક આપ્યો હતો પરંતુ, તે ચેક બાઉન્સ થયો હતો. મંજુએ કહ્યું કે, આલિયાએ તેના કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે અને તે કોર્ટમાં પણ હાજર નથી થતી. નવાઝુદ્દીન સિદ્દીકી પણ મંજુ સાથે વાત કરતો નથી. મંજુએ FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોઈઝ) માં પણ ફરિયાદ નોંધાવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ