Amir Khan News: બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનના માત્ર સારી એક્ટિંગ જ નહી પણ તેના સારા સ્વભાવના કારણે પણ પ્રશંસા થાય છે. આમિર ખાન તેની ફિલ્મોમાં પરફેક્શન માટે ખ્યાતિ ધરાવે છે. આમિર ખાન એક સમયે માત્ર એક પ્રોડેક્ટ પર જ કામ કરે છે અને તે ફિલ્મને સુપરહિટ બનાવવા માટે આકરી મહેનત કરે છે. હાલ અભિનેતાએ થોડો બ્રેક લીધો છે. ત્યારે આવો જાણીએ આમિર ખાનની કુલ સંપત્તિ કેટલી છે અને હાલ તે શું કરી રહ્યો છે.
આમિર ખાને કરિયરના પ્રારંભિક દિવસોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અભિનેતાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આકરો પરિશ્રમ કર્યા બાદ આજે આમિર ખાન આ સ્થાન પર છે.
Caknowledgeના અહેવાલ અનુસાર, આમિર ખાન કુલ 1,562 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. તેમજ આમિર ખાન પ્રતિ માસ લગભગ રૂપિયા 10 કરોડથી વધુની કમાણી કરે છે. ત્યારે આમિર ખાનની વાર્ષિક આવક રૂપિયા 120 કરોડથી વધુ છે. મીડિયા અહેવાલની માનીએ તો છેલ્લા કેટલાક વર્ષમાં આમિર ખાનની સંપત્તિમાં ઘણો વધારો થયો છે.
આપને જણાવી દઇએ કે આમિર ખાન એક ફિલ્મ માટે લગભગ 50 કરોડ રૂપિયા ફી લે છે. આ સિવાય તે ઘણા પ્રકારના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે. તદ્ઉપરાંત આમિર ખાન એક જાહેરાત કરવા માટે અંદાજે રૂપિયા 15 કરોડનો ચાર્જ લે છે. આમિર ખાન અમુક ફિલ્મોનો પ્રોફિટ શેર પર લે છે.
આ પણ વાંચો: આમિર ખાનના સંઘર્ષની ગાથા! એક સમયે પોતે ઓટોમાં જઇને ફિલ્મના પોસ્ટર ચોંટાડતા હતા
આમિર ખાન ફિલ્મો સહિત બ્રાંડ એન્ડોર્સમેન્ટ, પ્રોડ્યૂસર અને સ્ટેજ પર્ફોમન્સેંસના માધ્યમથી મલબક આવક કરે છે. જો કે આમિર ખાન એવોર્ડ ફંકશનમાં સામેલ થતો નથી. પ્રાપ્ત વિગત અનુસાર આમિર ખાન દાન પણ કરે છે અને ટેક્સ પણ ભરે છે. આમિર ખાન દેશમાંથી વધુ ટેક્સ ભરનારમાંથી એક છે. આમિર ખાનને લકઝરી ગાડીઓનો ઘણો શોખ છે. જેને પગલે તેની પાસે 9 લકઝરી કાર છે. જેની કિંમત આશરે રૂપિયા 15 કરોડ રૂપિયા સુધી છે. આમિર ખાનના કાર કલેક્શનમાં મર્સિડિઝ બેંજ, રોલ્સ રોયઝ અને ફોર્ડ જેવી કાર સામેલ છે.