દીકરી ઈરા ખાનના લગ્ન પર આમિર ખાનને કહ્યું ‘મારી લાગણી…

આમિર ખાન (Amir Khan)ની પુત્રી ઇરા ખાન (Ira khan) અને નુપુર શિખરે (Nupur Shikhare) એ આ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા.

Written by shivani chauhan
Updated : January 13, 2024 14:29 IST
દીકરી ઈરા ખાનના લગ્ન પર આમિર ખાનને કહ્યું ‘મારી લાગણી…
દીકરી ઈરા ખાનના લગ્ન પર આમિર ખાનને કહ્યું 'મારી લાગણી... (ફોટો: Instagram/etherealstudio.in)

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને(Amir Khan) તેની પુત્રી ઇરા ખાન (Ira khan) અને નુપુર શિખરે (Nupur Shikhare) ના લગ્ન અંગે ખુલાસો કર્યો છે. આમિરે કહ્યું કે મને અપાર ખુશી છે.એક વીડિયોમાં અભિનેતાએ કહ્યું કે, “મારી લાગણી અત્યારે શરણાઈ જેવી હતી.શરણાઈ દરેક લગ્નમાં વગાડવામાં આવે છે. શરણાઈની ખાસિયતએ છે કે તે ખુશી અને ઉદાસી બંને લાગણીનો અનુભવ કરાવે છે. તે લાગણીઓનું મિશ્રણ છે.”

આ પણ વાંચો: કહાની ઘર ઘર કી ફેમ સાક્ષી તંવરનો આજે જન્મદિવસ, જાણો તેની દિલચસ્પ કહાની

https://www.instagram.com/reel/C1_2SPVv-cI/?utm_source=ig_embed&ig_rid=555d738f-b274-4a5b-a561-db65028a843c

ઇરા ખાન અને નુપુર શિખરેએ આ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. ત્યારબાદમાં, દંપતી, તેમના પરિવારના સભ્યો સાથે, રાજસ્થાનના ઉદયપુર ગયા હતા અને 10 જાન્યુઆરીએ ખ્રિસ્તી અંદાજમાં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: રામાયણના ‘રામ’ અરુણ ગોવિલ, સાક્ષી તંવર અને મિથિલા પાલકર સહિત આજે આ સ્ટાર્સના છે બર્થડે

લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે, જેમાં આમિર ખાન અને પૂર્વ પત્ની રીના દત્તા ઈરાને સાથે ચાલતા બતાવે છે. લગ્ન પહેલાની ઉજવણીમાં મહેંદી, હલ્દી અને પાયજામા પાર્ટી પણ સામેલ હતી.

આમિરના મોટા પુત્ર જુનૈદ, નાનો પુત્ર આઝાદ, પૂર્વ પત્ની કિરણ રાવ અને ભત્રીજો ઈમરાન ખાન પણ લગ્નમાં સામેલ થયા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ