Amitabh Bachchan : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઉંમરના તબક્કામાં પહેલા જેટલો જ જુસ્સો અને ઉત્સાહ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. બિગ બીએ ઘણી સફળ ફિલ્મો આપી છે. શહેનશાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના જૂના દિવસો અને વ્લોગ તેના ચાહકો સાથે શેર કરતા હોય છે. તેવામાં અમિતાભ બચ્ચને ફરી પોતાની જૂની યાદોનો પિટારો ખોલ્યો છે.
અમિતાભ બચ્ચને આજે 1 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘એક્શન સિક્વન્સ માટે 30 ફૂટ ઉંચાઇ પરથી કૂદકો મારવો, કોઈ હાર્નેસ નહીં, કોઇ ફેસ રિપ્લેસમેન્ટ નહીં, VFX નહીં અને લેન્ડિંગ, અકસ્માતે ગાદલા પર, જો તમે નસીબદાર હતા, તો તે મારા દિવસો હતા દોસ્ત.’

અમિતાભ બચ્ચનની આ તસવીર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીર જોઈને ચાહકોને જૂના દિવસો યાદ આવી ગઇ છે. આજે પણ ચાહકો અમિતાભ બચ્ચનની ફિલ્મો અચૂક જોવાનું પસંદ કરે છે. બિગ બીની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘રાઈટ સર, એટલા માટે અમે તમને રિયલ એક્શન હીરો કહ્યા.’ સલામ.’
તો અન્ય એક યુઝરે લખ્યું, ‘Missing you my legend.’ તેના પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, ‘બહુ સરસ બિગ બી સર, મને વિશ્વાસ છે કે તમે હજી પણ આ કરી શકશો.’ એક યુઝરે લખ્યું, ‘ખૂબ આનંદ થયો કે અમે તેનો એક ભાગ હતા.’
આ પણ વાંચો : Upcoming Movies : એપ્રિલમાં મનોરંજનનો ધમાકો, આ શાનદાર મુવીઓ રિલીઝ થઇ રહી છે, જુઓ યાદી
અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, બિગ બી ટૂંક સમયમાં કલ્કી 2898 એડીમાં જોવા મળશે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત કમલ હાસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી જેવા સ્ટાર્સ જોવા મળશે. કલ્કી 2898 એડી મુવી આ વર્ષે 8 મેએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.