બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન લાંબા સમયથી ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. જેમાં ઘણી વખત બિગ બી તેના અંગત જીવન વિશે વાત કરતા જોવા મળ્યાં છે. ત્યારે વધુ એક વખત બિગ બીએ તેના અંગત જીવનને લઇ ખુલાસો કર્યો છે.
તાજેતરમાં KBCનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં અમિતાબ બચ્ચને ખુલાસો કર્યો છે કે તે તેની પત્ની જયા બચ્ચનથી કેટલા ડરે છે. તે કામ દરમિયાન જયાના ફોન કોલ્સને લઇ કરેલા સંઘર્ષ પ્રત્યે પણ વાત કરે છે.
અમિતાભ જયા બચ્ચનથી ડરે છે
તાજેતરમાં KBCનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના ખુરાઈના ભૂપેન્દ્ર ચૌધરી હોટ સીટ પર બિરાજમાન હતા. ભૂપેન્દ્ર ચૌધરી NM સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. જેને બિગ બીને કહ્યું હતું કે તેની પત્નીના ફોન કોલ્સ માટે તેમની પાસે અલગ રિંગ ટોન છે, કારણ કે તેને મિસ કરવાનો અર્થ પરેશાની છે. જે સંદર્ભે અમિતાભ બચ્ચને જણાવ્યું હતુ કે, આ તમામ પુરૂષની સમસ્યા છે. પત્નીનો આવ્યો હોય અને તમે ના ઉઠાવો તો તમે ગયા. ત્યારબાદ સ્પર્ધક ભૂપેન્દ્રએ અમિતાભ બચ્ચને સવાલ કર્યો હતો કે, જ્યારે જયાજી તમને ફોન કરે છે અને તમે કોલ રિસીવ ન કરી શક્યા કે પછી તેમના ચાર મિસકોલ હોય તો તમે શું કરો?
જયા બિગ બીથી ગુસ્સે થાય છે
આ સવાલનો જવાબ આપતા અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, “મને લાગે છે કે તમામ પુરૂષ સમુદાય મારી સ્થિતિથી સંમત થશે. પત્નીનો એક કોલ આવ્યો અથવા તો જો મિસ્કકોલ થઇ જાય તો તમે ગયા. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થાય જ્યારે તમારી પત્નીને એ વાતનો ખ્યાલ ન હોય કે તમે કામમાં વ્યસ્ત છો. મને જયાની નિંદાથી બચવાનો એક રસ્તો પણ મળી ગયો છે. મેં મારા સેક્રેટરીને કહ્યું કે જ્યારે તેનો ફોન આવે ત્યારે તેણે મારા વિશે જણાવવું. પરંતુ આ મામલાએ વળાંક લઇ લીધો. કારણ કે જયાનું કહેવું છે કે, હવે મારે તમારી સાથે વાત કરવા માટે પહેલાં તમારા સેક્રેટરી સાથે વાત કરવી પડશે?