scorecardresearch

‘મારી પાસે હવે કહેવા માટે કંઇ નથી…..’ અમિતાભ બચ્ચનના આ પોસ્ટથી પ્રશંસકોમાં ચર્ચા

Amitabh Bachchan: તાજેતરમાં જ બિગ બીએ કરેલી પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. બિગ બીએ બે પોસ્ટ કરી છે. જેને લઇને યૂઝર્સ અલગ અલગ અંદાજો અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. યૂઝર અંકિતા શર્માએ પ્રતિક્રિયા આપી છે કે, આ શું જયાજીએ પોસ્ટ કરી દીધી છે.

‘મારી પાસે હવે કહેવા માટે કંઇ નથી…..’ અમિતાભ બચ્ચનના આ પોસ્ટથી પ્રશંસકોમાં ચર્ચા
અમિતાભ બચ્ચનની પોસ્ટ તીવ્ર ગતિએ વાયરલ થઇ રહી છે

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તે પોતાના વિચારો ટ્વિટર અને ફેસબુક પ્રગટ કરતા હોય છે. તાજેતરમાં જ બિગ બીએ કરેલી પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. બિગ બીએ બે પોસ્ટ કરી છે. જેને લઇને યૂઝર્સ અલગ અલગ અંદાજો અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમિતાભ બચ્ચને પહેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘જેટલું કહેવું હતું કહી દીધું, હવે કંઇ નહી’. આ પોસ્ટની થોડી ક્ષણ બાદ બિગ બીએ બીજી પોસ્ટ કરી હતી. જેમાં બિગ બીએ લખ્યું છે કે, ‘અરે કહ્યું હતું ને કે વધુ કંઇ કહેવા માટે નથી, તો પછી કેમ પીછો કરી રહ્યા છો? જાઓ’. જોકે અમિતાભ બચ્ચને આ પોસ્ટમાં કોઇ નામનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ બિગ બીની આ પ્રકારની પોસ્ટને લઇ યૂઝર્સ વિચારમાં પડી ગયા છે. તેઓ અલગ અલગ અંદાજા લગાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા યૂઝર અંકિતા શર્માએ પ્રતિક્રિયા આપી છે કે, આ શું જયાજીએ પોસ્ટ કરી દીધી છે. તો ઉષા ગાંઘીએ લખ્યું છે કે, ‘કંઇ કહ્યા વગર પણ તમે બધુ તો કહીં દીધુ શ્રીમંત’. જ્યારે વિવેક મિશ્રાએ લખ્યું છે કે, સર બિલકુલ ખાલી છે શું? આ દિવસોમાં ડાયલોગ વાલ પર લખી રહ્યા છો.

આ સાથે અન્ય એક યૂઝરે પ્રશ્ન કર્યો છે કે, શું તમે સન્યાસ લઇ રહ્યા છો? ત્યારે રિજવાન નામના યૂઝરે લખ્યુ છે કે, સર જી એકવાર કહી દો કે મોંઘવારી ખુબ જ છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની પોસ્ટને ફેન્સ ખુબ પસંદ કરે છે. પરંતુ ટ્રોલર્સ તેમને ટ્રોલ કરવાનો એક પણ મોકો ગુમાવતા નથી. થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચને ગુડ મોર્નિંગની પોસ્ટ કરી હતી. જે બાદ અમુક યૂઝર્સ તેમની મજાક ઉડાવી રહ્યા હતા. આ વાત બિગ બીને બિલકુલ પસંદ આવી ન હતી. જોકે તેમણે વિનમ્રતા સાથે તેની નારાજગી વ્યક્ત કરી હતી.

અમિતાભ બચ્ચને ટ્રોલર્સને જવાબ આપતા પોસ્ટ કરી હતી કે, હું ભગવાને પ્રાર્થના કરું છું કે જ્યારે તમે વૃદ્ધાવયમાં હોય ત્યારે તમારું કોઇ આ રીતે અપમાન ન કરે. બિગ બીની વાત કહેવાની આ સ્ટાઇલના તેના પ્રશંસકોએ ખુબ વખાણ કર્યા હતા.

હાલ અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ-14’ હોસ્ટ કરી રહ્યા છે. જો તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે હજુ પણ ઘણી ફિલ્મો કરી રહ્યા છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ગુડબાય’ રીલિઝ થઈ હતી, જે એક ફેમિલી ડ્રામા છે, લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. આ સિવાય તેની ફિલ્મ ‘ઊંચાઈયાં’નું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.

Web Title: Amitabh bachchan kehne ko kuch nahi ab picha kyu kar rahe ho post facebook

Best of Express