આ સદીના અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હાલ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. ત્યારે બિગ બી ઘણીવાર સ્પર્ધકો સાથે તેના અંગત જીવનની ખાસ વાત કરતા નજર આવ્યાં છે. આ વખતે બિગ બી પોતાના કામથી લઇને જયા બચ્ચન સાથેના તેના લગ્ન વિશે ખાસ વાત કરતા નજર આવ્યાં છે.
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, જયા બચ્ચનની કંઇ વાત તેમને સૌથી વધુ પ્રભાવિત કરી છે. 15 નવેમ્બરના એપિસોડમાં અમિતાભ બચ્ચને હોટસીટ પર બેઠેલી સ્પર્ધક પ્રિયંકા મહેશ્વરી સાથે ઘણી વાતો કરી હતી. અમિતાભ બચ્ચને તેમના લાંબા વાળની પ્રશંસા કરતા ખુલાસો કર્યો કે, મેં જયા સાથે લગ્ન તેના હેયર લાંબા હતા એટલે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને 3 જૂન 1973માં લગ્ન કર્યા હતા. ત્યારે વર્ષ 2023માં તેમના લગ્નને 50 વર્ષ પૂર્ણ થશે. આ પહેલાં બિગ બીએ કેબીસીના એક એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે, જ્યારે જયાનો કોલ તેમના બદલે સેક્રેટરી રિસીવ કરે તો તે કેવું રિએક્ટ કરે છે.
મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન અને જયાએ ફિલ્મ ‘સિલસિલા’થી એકબીજા સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી બંનેએ અન્ય કલાકારો સાથે ‘જંજીર’, ‘અભિમાન’, ‘ચુપકે ચુપકે’, ‘મિલી’ અને ‘શોલે’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું. બંનેની છેલ્લે ફિલ્મ 2016માં આવેલી ‘કી એન્ડ કા’માં સ્ક્રીન પર સાથે જોવા મળ્યા હતા.